ભાવનગર

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘો) ખાતે સગર્ભાના હેલ્થચેકઅપ તેમજ સ્તનપાનની પદ્ધતિ સમજાવવા માટે કેમ્પનુ આયોજન કરવામા આવ્યું હતું.

માતા મરણ ઘટાડવા માટે સરકારશ્રી તરફથી જનકલ્યાણલક્ષી ઘણી યોજનાઓ સુચારુરૂપે અમલીકૃત કરવામા
આવી રહી છે ત્યારે આયુષ્માન આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘો) ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ
અભિયાન અંતર્ગત અતિ જોખમી સગર્ભા, જોખમી સગર્ભા તેમજ અન્ય સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ સ્ત્રી રોગ
નિષ્ણાંત ડૉ ધૃતિબેન મોદી મારફત કરાવવામા આવી હતી.
વાળુકડ અંતર્ગત આવતા વિવિધ ગામના 58 જેટલી સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ કરવામા આવી હતી
તેમના લેબોરેટરી પરિક્ષણ કરવામા આવ્યા હતા તેમજ સોનોગ્રાફી માટે એમ ઓ યુ થયેલ હોસ્પિયલ મા વિનામૂલ્યે
સોનોગ્રાફી ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તમામ સગર્ભા બહેનોને સ્તનપાનની સાચી રીત સમજાવવામાં આવી હતી તેમજ સ્તનપાનનું મહત્વ અને
સગર્ભાવસ્થા દરમિયાન પોષણ બાબતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
સગર્ભાને ઘરેથી લાવવા અને લઇ જવા માટે ખિલખિલાટનો ઉપયોગ કરવામા આવેલ હતો. આ કેમ્પ ને
સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિર સબ હેલ્થ સેન્ટરના સ્ટાફ તેમજ આશા
બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો એ ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.

કૌશિક શીશાંગીયા

સમાચાર સંખ્‍યા : ૨૪૪
મહુવા તાલુકાના નીચા કોટડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્યશ્રી

શિવાભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાયો

સ્થાનિક રહેવાશીઓ માટે આ આરોગ્ય કેન્દ્ર આશીર્વાદરૂપ સાબીત થશે : ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ

માહિતી બ્યુરો, ભાવનગર
તાજેતરમાં સરકારશ્રી કક્ષાએથી ગુજરાત રાજ્યમાં નવા ૩૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની વહીવટી
મંજૂરી આપવામાં આવી હતી. જે અનુંસંધાને આજરોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા ખાતે મંજુર થયેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – નીચા કોટડા, તા-મહુવાનો લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલના
અધ્યક્ષસ્થાને યોજાયો હતો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન તેઓશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું.
આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મંજુરી મળતા ભૌગોલિક પરિસ્થિતિને આધારે વસ્તીના ધારાધોરણોને ધ્યાનમાં
લેતા જીઓ સ્પેશિયલ એનાલિસિસના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની
સેવાઓ છેવાડાના અંતરીયાળ ગામોને પુરી પાડવામાં આવશે. અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં વિશેષ આરોગ્ય
વિષયક સેવાઓ સુચારૂ રૂપે પુરી પાડી શકાશે.
આ તકે ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલએ જણાવ્યુ કે, ભાવનગર જિલ્લામાં કુલ ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો
કાર્યાન્વીત છે. જેમાં હવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – નીચા કોટડાનો ઉમેરો થતા કુલ ૪૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો
કાર્યાન્વીત રહેશે તેમજ નજીકના અંતરે પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચતી કરવામાં આવશે અંદાજે ૨૫,૦૦૦ની
વસ્તીને ધ્યાને લઇ સ્થાનિક રહેવાશીઓ માટે આ આરોગ્ય કેન્દ્ર આશીર્વાદરૂપ સાબિત થશે.
આ ઉદ્ઘાટન સમારોહમાં જીલ્લા પંચાયત ભાવનગરના આર.સી.એચ. અધિકારીશ્રી- ડો. કે. એમ. સોલંકી,
મહુવાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. એસ. આર. ઠાકુર, સરપંચશ્રી નીચા કોટડા, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ
નજીકના ગામોના સરપંચશ્રીઓ સહિતના પદાધિકારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts