ભારત સરકારશ્રીએ લોન્ચ કરેલ ખેડૂતો અને સહકારી સંસ્થાઓ માટે અતિ ઉપયોગી થાય તેવી મોટાકદના ગોડાઉનો બનાવવાની યોજના અંતર્ગત સાવરકુંડલા માર્કેટયાર્ડ માટે સરકારશ્રીએ રૂપિયા ૩.૬૭ કરોડના ખર્ચે ૫૦૦૦ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતું ગોડાઉનનું કામ મંજૂર કરતાં આ ગોડાઉનનું ઇ-ખાતમુહૂર્ત ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી માનનીય અમિતભાઈ શાહે આજ રોજ કરેલ. તે માટે માર્કેટયાર્ડમાં આજ રોજ તાલુકાના વિવિધ ગામો અને શહેરમાંથી વિશાળ સંખ્યામાં ખેડૂતો, પદાધિકારીઓ, માર્કેટયાર્ડ વેપારી મંડળના સભ્યો. માર્કેટયાર્ડના અને અન્ય સહકારી સંસ્થાના ડાયરેક્ટરશ્રીઓ, સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓની વિશાળ હાજરી વચ્ચે કાર્યક્રમ શરૂ થતાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી માનનીય અમિતભાઈ શાહે મહાત્મા મંદિર, ગાંધીનગર કે જ્યાં આજરોજ દેશમાંથી વિવિધ રાજ્યના સહકાર મંત્રીશ્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નરશ્રીઓ, સચિવશ્રીઓની ઉપસ્થિતિમાં એક મંથન બેઠકનું આયોજન કરેલ ત્યાંથી ઇ-ખાતમુહૂર્ત કરેલ. સરકારશ્રીના સહકારથી સમૃદ્ધિ સંકલ્પને સિદ્ધ કરવા ખુબજ મહત્વકાંક્ષી યોજના અન્વયે નિર્માણ થનાર ૫૦૦૦ મેટ્રિકટનના આ ગોડાઉનમાં સરકારશ્રી તરફથી રૂપિયા ૧.૬૨ કરોડની સબસિડી મળશે અને ગોડાઉન નિર્માણ થવાથી ખેડૂતો, વેપારીઓને પોતાનો માલ સંગ્રહવા માટે ખુબજ ઉપયોગી થાય તેવી દીર્ઘકાલીન સુવિધા છે, જેનું ઇ-ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ કરશે તેવો સંદેશો મળતા માર્કેટયાર્ડ તરફથી ચેરમેન શ્રી દીપકભાઈ માલાણીના માર્ગદર્શન હેઠળ ત્વરિત ગતિએ સમગ્ર કાર્યક્રમનું આયોજન એપીએમસીમાં કરવામાં આવતા માર્કેટયાર્ડના વિશાળ શેડમાં ફૂલ સાઈઝની એલ.ઇ.ડી. સ્ક્રીન, કેમેરા, બેનર્સ વિગેરે સુવિધા વચ્ચે ઉપસ્થિત વિશાળ જનસભાએ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધેલ. હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોવાથી ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાએ આ પ્રસંગે સંદેશો પાઠવી શુભેચ્છા આપેલ છે.આ કાર્યક્રમમાં વા.ચેરમેન શ્રી મહેશભાઇ લાખાણી, નગર પાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શરદભાઈ ગૌદાની, લાલભાઈ મોર, તાલુકા ભાજપ પ્રમુખશ્રી રજનીભાઈ ડોબરિયા, પૂર્વ પ્રમુખશ્રી જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, પ્રતિકભાઈ નાકરાણી સહિત સાવરકુંડલા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારશ્રીઓ, શરદભાઈ પંડયા, પરાગભાઈ ત્રિવેદી, અરવિંદભાઇ માંગુકિયા. કેશુભાઈ વાઘેલા, દેવચંદભાઈ કપોપરા, કરશનભાઇ ડોબરિયા, સુરેશભાઇ ગજેરા, રાધવભાઈ સાવલિયા સહિત અગ્રણીશ્રીઓ, એ.પી.એમ.સી. સાવરકુંડલા અને
તાલુકા સંઘના ડિરેક્ટરશ્રીઓ મહેશભાઇ કાછડિયા, જસુભાઈ ખુમાણ, ચેતનભાઈ માલાણી, આર.વિ.રાદડીયા, બાબુભાઇ માલાણી, અતુલભાઈ રાદડીયા, અશ્વિનભાઈ માલાણી, મનસુખભાઇ દેસાઇ, બટુકભાઈ રૂપારેલિયા, મહેશભાઇ જેબલીયા, ધીરુભાઈ વોરા, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, નગર પાલિકા સદસ્યશ્રીઓ, જિલ્લા રજીસ્ટ્રર કચેરી અમરેલીના સહકારી અધિકારીશ્રી ચિરાગભાઈ બારડ, અને મિતભાઈ ભદ્રેશ્વરાં, એ.પી.એમ.સી. સાવરકુંડલા સેક્રેટરીશ્રી અને તાલુકા સંઘના મેનેજરશ્રી અને સ્ટાફગણ, તાલુકાની સેવા સહકારી મંડળીઓના પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓ સહિત તાલુકાના ખેડૂતભાઈઓ, વેપારીભાઈઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માર્કેટયાર્ડ સ્ટાફ, વેપારી મંડળ, પાર્ટી સંગઠન કાર્યકરો, નગર પાલિકાના હોદેદારો, માર્કેટ યાર્ડ અને તાલુકા સંઘના હોદેદારોએ હજેમત ઊઠવેલ. અંતમાં ચેરમેનશ્રી દીપકભાઈ માલાણીએ પોતાનો સંદેશો આપી ખુબજ ટૂંકા ગાળાની નોટિસમાં આટલી વિશાળ જન સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર સભાજનોની સરાહના કરી આવકારેલ અને ઉપસ્થિત તમામનો આભાર વ્યકત કરેલ.


















Recent Comments