દિલ્હી બ્લાસ્ટ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યુ છે કે, બ્લાસ્ટના દોષિતોને છોડવામાં આવશે નહી.આરોપીઓને કડકમાં કડક સજા મળશે. આ સજા દ્વારા દુનિયાને સંદેશો મળશે કે આવુ કૃત્ય ફરી ન કરાયા.દિલ્હી બ્લાસ્ટને સરકારે આતંકી કૃત્ય માન્યુ છે. આ ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન સામે આવ્યુ છે. તેઓએ કહ્યુ છે કે, દિલ્હી બ્લાસ્ટના દોષિતોને સખ્ત સજા આપવામાં આવશે. સજાના માધ્યમથી દુનિયાને જાણવા મળશે કે આવી હરકત માટે ફરી હિંમત ન કરાય. દિલ્હી બ્લાસ્ટની તપાસ જેવી રીતે આગળ વધી રહી છે. તેમાં નવા-નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ વિસ્ફોટનો મેવાત સાથે સંબંધ હોઈ શકે છે. વિસ્ફોટની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ હરિયાણાના નુહ-ફિરોઝપુર ઝીર્કાના બસઈ મેઓ ગામમાં પહોંચી હતી.આ વિસ્તારમાં ગેરકાયદેસર ખાણકામમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થાય છે. બસઈ મેઓ અને નાગલ ગામમાં ગુપ્ત રીતે ગેરકાયદેસર ખાણકામ કરવામાં આવે છે. બ્લાસ્ટિંગ માટે એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થાય છે. તેથી, સંભવ છે કે આ સ્થાન પરથી એમોનિયમ નાઈટ્રેટ સરળતાથી મળી શક્યું હોત. તપાસ એજન્સી આ ખૂણાની તપાસ કરવા માટે ફિરોઝપુરના બસઈ મેઓ ગામમાં પહોંચી હતી.
દિલ્હી બ્લાસ્ટ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, દોષિતોને મળશે કડક સજા


















Recent Comments