ડ્રગ-મુક્ત ભારત બનાવવા માટે મોદી સરકારની કૂચને વેગ આપતા એનસીબીએ ૮૮ કરોડ રૂપિયાના મેથામ્ફેટામાઇન ટેબ્લેટ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો, ઇમ્ફાલ અને ગુવાહાટી ઝોનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલના ૪ સભ્યોની ધરપકડ કરી
ડ્રગ્સની હેરફેર એ તપાસના બોટમ-ટુ-ટોપ અને ટોપ-ટુ-બોટમ અભિગમની ઉત્કૃષ્ટ કામગીરીનો પુરાવો છે
ડ્રગ કાર્ટેલ માટે કોઈ દયા નહીં, સતત ઓપરેશનમાં ડ્રગ્સની શોધ ચાલુ છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને ગૃહમંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, એનસીબી દેશભરમાં ર્નિદય અભિગમ સાથે ડ્રગની દાણચોરીના નેટવર્કનો સામનો કરી રહી છે
(
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું છે કે, ડ્રગ કાર્ટેલ માટે કોઈ દયા નહીં રહે. ૮૮ કરોડની કિંમતના મેથામ્ફેટામાઇન ટેબ્લેટ્સનો જંગી જથ્થો જપ્ત કરવા અને આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલના ૪ સભ્યોની ધરપકડ કરવા બદલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ને અભિનંદન પાઠવતા કેન્દ્રીય ગૃહ પ્રધાને એક ઠ પોસ્ટમાં જણાવ્યું હતું કે ડ્રગની હેરફેર એ તપાસ માટે બોટમ-ટુ-ટોપ અને ટોપ-ટુ-બોટમ અભિગમની ઉત્કૃષ્ટ કામગીરીનો પુરાવો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “ડ્રગ કાર્ટેલ માટે કોઈ દયા નહીં. ડ્રગ-મુક્ત ભારત બનાવવા માટે મોદી સરકારની કૂચને વેગ આપતા, ૮૮ કરોડ રૂપિયાના મેથામ્ફેટામાઇન ટેબ્લેટ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, અને આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલના ૪ સભ્યોની ઇમ્ફાલ અને ગુવાહાટી ઝોનમાં ધરપકડ કરવામાં આવી છે. ડ્રગની તપાસ માટે બોટમ-ટુ-ટોપ અને ટોપ-ટુ-બોટમ અભિગમ કામગીરીનો પુરાવો છે. ડ્રગ્સની અમારી શોધ ચાલુ જ છે. ટીમ એનસીબીને હાર્દિક અભિનંદન.”
કાર્યવાહીની વિગતો
પ્રથમ ઓપરેશનમાં તા.૧૩-૦૩-૨૦૨૫ના રોજ બાતમીના આધારે એનસીબી ઇમ્ફાલ ઝોનના અધિકારીઓએ લીલોંગ વિસ્તાર પાસે એક ટ્રકને આંતરી હતી અને વાહનની સઘન તપાસ બાદ ટ્રકના પાછળના ભાગમાં આવેલા ટૂલ બોકસ/કેબીનમાંથી ૧૦૨.૩૯ કિલો મેથામ્ફેટામાઇન ટેબ્લેટ મળી આવી હતી. ટ્રકમાં સવાર ૦૨ લોકોને પણ પકડવામાં આવ્યા હતા. વિલંબ કર્યા વિના, ટીમે તરત જ ફોલો-અપ ઓપરેશન હાથ ધર્યું હતું અને લિલોંગ વિસ્તારમાંથી પ્રતિબંધિત ડ્રગનાં શંકાસ્પદ પ્રાપ્તકર્તાને પકડી પાડ્યો હતો. તેની પાસેથી ડ્રગ્સની હેરાફેરી માટે વપરાતું એક ફોર વ્હીલર પણ મળી આવ્યું હતું, જેનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવ્યો હતો. બાદમાં ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિબંધનો શંકાસ્પદ સ્રોત મોરેહ છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
અન્ય એક ઓપરેશનમાં, તે જ દિવસે, માહિતીના આધારે, એનસીબી ગુવાહાટી ઝોનના અધિકારીઓએ સિલચર નજીક આસામ -મિઝોરમ સરહદમાં એક એસયુવીને અટકાવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કર્યા પછી, વાહનના વધારાના ટાયરની અંદર છુપાયેલી ૭.૪૮ કિલો મેથામ્ફેટામાઇન ગોળીઓ મળી આવી હતી અને વાહનનો કબજાે ધરાવનારને પણ પકડી પાડ્યો હતો. જેની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રતિબંધનો સ્ત્રોત મોરેહ, મણિપુર હતો અને શંકાસ્પદ સ્થળ કરીમગંજ હતું. આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
એનસીબી મિઝોરમ સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ પાસેથી એક કેસની તપાસ પણ સંભાળી રહી છે, જેમાં ૬ માર્ચના રોજ બ્રિગેડ બાવંગકાવન આઇઝોલમાં આશરે ૪૬ કિલો ક્રિસ્ટલ મેથ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં ડ્રગ સિન્ડિકેટમાં સામેલ ૦૪ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. એનસીબી દ્વારા ડ્રગની તસ્કરી નેટવર્કના આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય જાેડાણોની તપાસ માટે આ કેસની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Recent Comments