કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને કેન્દ્ર સરકારની નોકરીઓ માટે વય છૂટછાટ નીતિ પાછી ખેંચી લીધી છે. હાલમાં જ એક પરિપત્ર જાહેર કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ આદેશ કર્યો છે. ૨૮ માર્ચના રોજ જાહેર કરાયેલા આ પરિપત્રમાં ભારત સરકારના ડેપ્યુટી સેક્રેટરી પી. વેણુકુટ્ટન નાયરના હસ્તાક્ષર છે.
આ પરિપત્રમાં વર્ષ ૨૦૦૭માં ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પહેલા આદેશનો હવાલો આપતા કહેવાયું છે કે, ‘ગુજરાતના રમખાણ પીડિતોને ઉંમરમાં અપાતી વય મર્યાદાની છૂટ તાત્કાલિક પાછી ખેંચી લેવામાં આવે છે. આ છૂટનો લાભ અર્ધસૈનિક દળો, ઈન્ડિયા રિઝર્વ બટાલિયન, રાજ્ય પોલીસ દળ, જાહેર એકમો, અન્ય રાજ્ય તથા કેન્દ્ર સરકારના વિભાગોમાં થતી ભરતીમાં અપાતો હતો.‘
જાે કે, આ આદેશમાં સરકારના ઉપરોક્ત ર્નિણયનું કારણ જણાવાયું નથી. એક સમયે ગુજરાત રમખાણના પીડિતોને સરકારી ભરતીમાં વય મર્યાદામાં છૂટછાટ સહિતના લાભ અપાતા હતા. ગુજરાત રમખાણોમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં મોટા ભાગના મુસ્લિમ સમાજના લોકો હતા.
આ રમખાણોના દસ વર્ષ બાદ હ્યુમન રાઇટ્સ વૉચે કહ્યું હતું કે ‘ગુજરાતના રમખાણોના કેસની તપાસ અને કેસ ચલાવવાના પ્રયાસને રોકવામાં આવ્યા હતા. આ કેસમાં સામેલ સામાજિક કાર્યકરો અને વકીલોની પણ હેરાનગતિ કરાઈ હતી. તેમને ધાકધમકી આપીને ખસી જવાનું પણ કહેવાયું હતું. તે દસ વર્ષના ગાળામાં ‘મુસ્લિમ વિરોધી હિંસામાં ગુજરાત રાજ્યના અધિકારીઓની મિલીભગતના પુરાવા પણ સામે આવ્યા હતા.’
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક પૉડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં સાંપ્રદાયિક રમખાણોનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. હું મુખ્યમંત્રી બન્યો તે પહેલાંથી જ.’ આ ઈન્ટરવ્યૂમાં તેમણે હિંસા પહેલા આતંકવાદી હુમલાની ‘પૃષ્ઠભૂમિ‘ તરફ પણ ઇશારો કર્યો હતો.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૨ના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુજરાતના રમખાણોની તપાસ કરી રહેલી એક વિશેષ તપાસ ટીમનો ક્લોઝર રિપોર્ટરને યથાવત્ રાખ્યો હતો. તેમાં કહેવાયું હતું કે, આ તપાસમાં વડાપ્રધાન મોદી સહિત કોઈ નેતા વિરૂદ્ધ નક્કર પુરાવા મળ્યા નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને કેન્દ્ર સરકારની નોકરીઓ માટે વય છૂટછાટ નીતિ પાછી ખેંચી લીધી

Recent Comments