રાષ્ટ્રીય

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે પૂણેમાં ‘જય શિવાજી જય ભારત’ પદયાત્રાનું નેતૃત્વ કરશે

છત્રપતિ શિવાજી મહારાજના વારસાને માન આપતા પદયાત્રામાં ૨૦,૦૦૦થી વધુ સ્રૂ મ્રટ્ઠટ્ઠિં યુવા સ્વયંસેવકો જાેડાશેકેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ આજે (૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૫) નાં રોજ મહારાષ્ટ્રનાં પૂણેમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિનાં ભાગરૂપે ૨૦,૦૦૦ સ્રૂ મ્રટ્ઠટ્ઠિં યુવા સ્વયંસેવકો સાથે ‘જય શિવાજી જય ભારત’ પદયાત્રા કરશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે સહિત અન્ય રાજ્ય મંત્રીઓ પણ પદયાત્રામાં જાેડાશે.

આ સીમાચિહ્નરૂપ ઘટના છત્રપતિ શિવાજી મહારાજના કાયમી વારસાનું સન્માન કરશે, તેમના નેતૃત્વ, પરાક્રમ અને સાહસની ઉજવણી કરશે, જે એક વિકસિત ભારતને સતત પ્રેરણા આપી રહ્યા છે. આ પદયાત્રા આશરે ૪ કિલોમીટરના રમણીય માર્ગને આવરી લેશે, જે ર્ઝ્રંઈઁ કોલેજ ગ્રાઉન્ડથી શરૂ થશે અને ફર્ગ્યુસન કોલેજ ખાતે પૂર્ણ થશે. સૌ પ્રથમ વખત આ સ્કેલની પદયાત્રા સમગ્ર રાજ્યમાં એક સાથે ૩૬ જિલ્લાઓમાં યોજાઈ રહી છે, જેમાં યુવાનો, સ્થાનિક આગેવાનો અને નાગરિકોને એકમંચ પર લાવવામાં આવ્યા છે.

છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની ભાવનાને વધારવા માટે મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પદયાત્રા પૂર્વેના કાર્યક્રમોની એક શૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ સામેલ હતીઃ

• છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓ અને ઐતિહાસિક સ્થળો પર સ્વચ્છતા અભિયાન
• શારીરિક અને માનસિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપતા યોગ સત્રો
• છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને નેતૃત્વ પર ગેસ્ટ લેક્ચર
• સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો જે તેમના વારસાને ઉજાગર કરે છે

મહારાષ્ટ્રના પુણેમાં ‘જય શિવાજી જય ભારત’ પદયાત્રા, બંધારણના ૭૫ વર્ષ પૂર્ણ થવા અને ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી માટે આયોજિત ૨૪ પદયાત્રાઓની શ્રેણીમાં છઠ્ઠા ક્રમે છે. સમગ્ર વર્ષ દરમિયાન દેશભરમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં દેશભક્તિને પ્રોત્સાહન મળશે અને ભારતના સમૃદ્ધ વારસા સાથે ગાઢ જાેડાણ થશે.

મંત્રાલય ભારતભરના યુવાનોને સ્રૂ મ્રટ્ઠટ્ઠિં પોર્ટલ (રંંॅઃ//ુુુ.દ્બઅહ્વરટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ/) પર નોંધણી કરાવીને ભાગ લેવા અને છત્રપતિ શિવાજી મહારાજના વારસા અને સંગઠિત અને આર્ત્મનિભર ભારત માટેના તેમના વિઝનનું સન્માન કરવા ગૌરવની આ કૂચમાં જાેડાવા આમંત્રણ આપે છે.

Follow Me:

Related Posts