શ્રી ગોયલે મુખ્ય ક્ષેત્રોમાં આર્ત્મનિભરતા અને નિકાસ સ્પર્ધાત્મકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે કહ્યું કે ભારતે એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ જેમાં ભારત અન્ય દેશો કરતાં સ્પર્ધાત્મક તીવ્રતા ધરાવે છે. તેમજ દેશની નિકાસને વેગ આપવા માટે વિવિધ હિસ્સેદારો દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓનું નિરાકરણ લાવવું જાેઈએ. શ્રી પીયૂષ ગોયલે ઉત્પાદન સાથે જાેડાયેલ પ્રોત્સાહન યોજનાની સમીક્ષા બેઠક દરમિયાન આ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે આ યોજના ભારતને ઉત્પાદન ક્ષેત્રમાં “આર્ત્મનિભર” બનાવવા તરફની નોંધપાત્ર પહેલોમાંની એક છે.
શ્રી ગોયલે ઁન્ૈં યોજના હેઠળ આવરી લેવામાં આવતા મુખ્ય ક્ષેત્રોમાં આર્ત્મનિભર બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે મંત્રાલયોએ જથ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ગુણવત્તાયુક્ત કુશળ માનવશક્તિ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ અને માળખાગત અવરોધોને દૂર કરવા માટે દ્ગૈંઝ્રડ્ઢઝ્ર સાથે મળીને કામ કરવું જાેઈએ. તેમણે રોકાણ અને વિતરણ બંને પર આગામી પાંચ વર્ષ માટે રોડમેપ તૈયાર કરવા આગ્રહ કર્યો હતો.
બધા સંબંધિત મંત્રાલયોએ બેઠકમાં ભાગ લીધો હતો.
ઁન્ૈં યોજના ૧૪ મુખ્ય ક્ષેત્રોમાં અમલીકરણના વિવિધ તબક્કામાં છે. આ યોજનાએ રૂ. ૧.૭૬ લાખ કરોડનું રોકાણ આકર્ષ્યું છે, જેનાથી માર્ચ ૨૦૨૫ સુધીમાં રૂ. ૧૬.૫ લાખ કરોડથી વધુનું ઉત્પાદન/વેચાણ થયું છે અને ૧૨ લાખથી વધુ રોજગાર (પ્રત્યક્ષ અને પરોક્ષ) ઉત્પન્ન થયા છે. ઁન્ૈં યોજનાઓ હેઠળ ૧૨ ક્ષેત્રો જેમ કે મોટા પાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન (ન્જીઈસ્), ૈં્ હાર્ડવેર, બલ્ક ડ્રગ્સ, મેડિકલ ડિવાઇસીસ, ફાર્માસ્યુટિકલ્સ, ટેલિકોમ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સ, ફૂડ પ્રોસેસિંગ, વ્હાઇટ ગુડ્સ, ઓટોમોબાઇલ્સ અને ઓટો કોમ્પોનન્ટ્સ, સ્પેશિયાલિટી સ્ટીલ, ટેક્સટાઇલ અને ડ્રોન કોમ્પોનન્ટ્સ માટે રૂ. ૨૧,૫૩૪ કરોડનું સંચિત પ્રોત્સાહન વિતરિત કરવામાં આવ્યું છે.
ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં ઁન્ૈં યોજનાઓની અસર નોંધપાત્ર રહી છે. આ યોજનાઓએ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે, જેના કારણે ઉત્પાદનમાં વધારો થયો છે, રોજગાર સર્જન થયું છે અને નિકાસમાં વધારો થયો છે. કેટલાક નોંધપાત્ર ક્ષેત્રો નીચે મુજબ છે:
૧. ફાર્માસ્યુટિકલ દવાઓ:આ ક્ષેત્રે ૨.૬૬ લાખ કરોડ રૂપિયાનું સંચિત વેચાણ નોંધાવ્યું છે, જેમાં યોજનાના પ્રથમ ત્રણ વર્ષમાં પ્રાપ્ત થયેલી ૧.૭૦ લાખ કરોડ રૂપિયાની નિકાસનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે યોજના હેઠળ પાત્ર ઉત્પાદનોનું નિકાસ વેચાણ ૦.૬૭ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે તે જ સમયગાળા દરમિયાન દેશની કુલ ફાર્મા નિકાસના લગભગ ૨૭ ટકા છે. કુલ રોકાણના ૪૦ ટકા (રૂ. ૩૭,૩૦૬ કરોડ) એટલે કે રૂ. ૧૫,૧૦૨ કરોડ રૂપિયા સંશોધન અને વિકાસ (ઇશ્ડ્ઢ) હેઠળ માન્ય કંપનીઓ દ્વારા યોજના હેઠળ પાત્ર ઉત્પાદનો માટે કરવામાં આવ્યા છે. માર્ચ ૨૦૨૫ સુધી આ ક્ષેત્રમાં કુલ સ્થાનિક મૂલ્યવર્ધન ૮૩.૭૦ ટકા રહ્યું છે.
૨. બલ્ક ડ્રગ્સ: બલ્ક ડ્રગ્સ માટેની ઁન્ૈં યોજનાનો હેતુ ભારતમાં મહત્વપૂર્ણ કી સ્ટાર્ટિંગ મટિરિયલ્સ (દ્ભજીસ્જ), ડ્રગ ઇન્ટરમીડિયેટ (ડ્ઢૈંજ) અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (છઁૈંજ)ના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતને ચોખ્ખા આયાતકાર (?૧૯૩૦ કરોડ)થી જથ્થાબંધ દવાઓ (?૨૨૮૦ કરોડ)નો ચોખ્ખો નિકાસકાર બનાવવામાં ફાળો આપ્યો છે. આના પરિણામે સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને મહત્વપૂર્ણ દવાઓની માંગ વચ્ચેના અંતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
૩. ખાદ્ય ઉત્પાદનો: ખાદ્ય ઉત્પાદનો માટેની ઁન્ૈં યોજનાએ રૂ. ૯,૦૩૨ કરોડનું રોકાણ નોંધાવ્યું છે જેના પરિણામે રૂ. ૩,૮૦,૩૫૦ કરોડનું ઉત્પાદન/વેચાણ અને ૩,૪૦,૧૧૬ (પ્રત્યક્ષ અને પરોક્ષ) રોજગાર થયો છે. ઉત્પાદન પ્રક્રિયામાં સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા કૃષિ ઉત્પાદનો (એડિટિવ્સ, ફ્લેવર્સ અને ખાદ્ય તેલ સિવાય)નો ઉપયોગ ફરજિયાત કરીને, આ યોજનાએ સ્થાનિક કાચા માલની ખરીદીમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેનાથી અવિકસિત અને ગ્રામીણ વિસ્તારોને ફાયદો થયો છે તેમજ ખેડૂતોની આવકને ટેકો મળ્યો છે. ઁન્ૈં યોજના હેઠળ, લાભાર્થીઓનો નોંધપાત્ર હિસ્સો સ્જીસ્ઈ છે, જેમાં ૭૦ સ્જીસ્ઈ સીધા નોંધાયેલા છે અને ૪૦ અન્ય મોટી કંપનીઓ માટે કોન્ટ્રાક્ટ ઉત્પાદકો તરીકે ફાળો આપે છે. તેણે નવીનતાને પ્રોત્સાહન આપીને, સ્પર્ધાત્મકતામાં સુધારો કરીને, બજારની પહોંચ વધારીને, રોજગારીની તકો ઉભી કરીને અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગમાં વ્યાપક મૂલ્ય શૃંખલાને ટેકો આપીને જીસ્ઈજને મજબૂત બનાવ્યા છે. ઁન્ૈં મિલેટ સ્કીમ શરૂ થતાં, હ્લરૂ૨૫માં બાજરી આધારિત ઉત્પાદનોનું વેચાણ આધાર વર્ષ (હ્લરૂ૨૧)ની તુલનામાં ૨૫ ગણું વધ્યું છે. ઁન્ૈં લાભાર્થીઓ દ્વારા બાજરીની ખરીદી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૦૮૧ સ્થી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૬૧૩૦ સ્ થઈ છે, જેનાથી ગ્રામીણ ઘરગથ્થુ આવકમાં વધારો થયો છે.
૪. કાપડ: ભારતીય માનવસર્જિત ફાઇબર (સ્સ્હ્લ) કાપડની નિકાસ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૬ બિલિયન ેંજીઇં સુધી પહોંચી ગઈ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૫.૭ બિલિયન ેંજીઇં હતી. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ભારતમાંથી ટેકનિકલ કાપડની કુલ નિકાસ ૩,૩૫૬.૫ મિલિયન ેંજીઇં સુધી પહોંચી ગઈ છે જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨,૯૮૬.૬ મિલિયન ેંજીઇં હતી.
Recent Comments