૨૦૨૫–સહકારી વર્ષ ની ઉપલક્ષમા નવી દિલ્હી ખાતે શુભેચ્છા મૂલાકાત નાના અને ઉભરતા ઔદ્યોગીક સાહસિકોને સહકારનો સહયોગ-પ્રવૃતિને વેગ ૨૦૨૫ નું વર્ષ સહકારી વર્ષ તરીકે ધોષિત થતા આખા વર્ષ દરમ્યાન વિવિધ ક્ષેત્ર અનેકવિધ સહકારી પ્રવૃતિઓ અને સહકાર વિકાસ કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે અંતર્ગત નવિ દિલ્હી ખાતે આજરોજ રાષ્ટ્રિય સહકારી અગ્રણી – ઈફકો ચેરમેન દિલીપ સંઘાણીએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી સાથે શુભેચ્છા મૂલાકાત યોજાઈ હતી જેમા વિવિધ ક્ષેત્રને આવરી લેતી સહકારી પ્રવૃતિઓને વેગ આપવા, ઉભરતા ઉદ્યોગ સાહસિકો ને સહયોગ આપવા તેમજ સમગ્ર દેશ–રાજય સહકારી પ્રવૃતિઓમા અને આર્થીક ક્ષેત્રે અગ્રેસર ભૂમિકા નિભાવી સમાજ સહકાર સેવામા તત્પર બનીરહે તે અંગેની ગહન ચર્ચા-વિચારણા કરવામા આવી હતી. સહકારી વર્ષ ઉજવણી સહિતની વિવિધ પ્રવૃતિમા માંડવીયા અને ધામી એ સહયોગ સાથે સહકારી પ્રવૃતિને આગળ ધપાવવા અને આ ક્ષેત્રને વધુકાર્યક્ષમ અને લોકભોગ્ય બનાવવા આશાવાદ પ્રગટ કરેલ તેમ શુભેચ્છા મૂલાકાત સંદર્ભે અખબારી યાદીમા જણાવાયેલ છે.
કેન્દ્રીય મંત્રી માંડવીયા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામી સાથે સહકાર વિકાસ અર્થે વિમર્શ કરતા દિલીપ સંઘાણી

Recent Comments