સાવરકુંડલા ખાતે શ્રી પી.એચ.બનાજારાના શિક્ષક મલ્હારભાઇ તથા તેમનાં ધર્મપત્ની પારુલબેન એમનાં વહાલસોયા સુપુત્ર સ્વ.ભાઇ હર્ષ મલ્હારભાઇ રાવલની પૂણ્યતિથિ એ તારીખ ૫-૨-૨૬ ને ગુરુવારના સાથે સાવરકુંડલાની અનુદાનિત પ્રાથમિક આશ્રમશાળાના ભૂલકાંઓને હર્ષના આત્માને તૂષ્ટ કરવાની પ્રણાલી છેલ્લા ત્રણેક વર્ષથી અપનાવી રહ્યાં છે અને ભાવનગર રહેતાં હોવા છતાં રુબરુ આવી ભૂલકાઓ સાથે એકાદ કલાક ગોષ્ઠિ ગોઠવી સ્વ.હર્ષને ભાવતાં ભોજન ખવરાવી પૂણ્યાત્માનુ શ્રેય વાન્છ્યાનો સંતોષ માણી રહ્યાં છે, બાળકોના ચહેરા ઉપરનાં હાસ્યમાં પોતાનાં પૂત્રના હાસ્યની ઝાંખી કરી રહ્યા છે.નૂતન કેળવણી મંડળ સાવરકુંડલાનાં ટ્રસ્ટીઓ તેમના સદકાર્યની સરાહના કરી ધન્યવાદ પાઠવે છે અને આભાર વ્યક્ત કરે છે..સ્વર્ગસ્થ શ્રી લલ્લુભાઈ શેઠ દ્વારા આ સંસ્થા છેક ૧૯૯૨ થી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા દ્વારા સમાજ કલ્યાણ વિભાગનાં આર્થિક સહયોગથી છેવાડાનાં ગામડાંઓના માછીમાર લોકોના બાળકોને જેમને શિક્ષણ માટે આજુબાજુના ૧૫,૨૦ કિલોમીટર સુધી શાળાના હોય તેમને ૬,૭ વર્ષ ની ઉંમરે આ શાળામાં અભ્યાસ, સંસ્કાર, ઉછેર,ઘડતર કરવાની સમજણ સાથે શાળાનાં આચાર્ય,તેમનો સ્ટાફ પૂરી કાળજી ટ્રસ્ટી મંડળના હોદેદારોના માર્ગદર્શન નીચે ચલાવી રહ્યાં છે, ટ્રસ્ટીઓ આ શાળા માધ્યમિક અભ્યાસક્રમની માન્યતા મેળવે તેવી માનનિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબને વિનંતી કરવા જવાનુ ગોઠવો રહ્યાં છે.
સાવરકુંડલામાં પૂણ્યતિથિની અનોખી ઉજવણી


















Recent Comments