સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ સંચાલિત મમતાઘરના સ્થાપક મંજુલાબેન દુધરેજીયાના જન્મદિવસની આજરોજ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ સંદર્ભે તેમના જન્મદિવસ નિમિત્તે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભ કાળે મહામંડલેશ્વર જશુબાપુ (હીપાવડલી વાળા) ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવેલ . આ કેમ્પના પ્રારંભમાં બાળકોના સાંસ્કૃતિક પ્રોગ્રામના ઈનામ વિતરણ કરવામાં આવેલ હતું અને
બાળકોને ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું.. આ કાર્યક્રમમાં ઘનશ્યામબાપુ, વાસુદેવભાઈ સોઢા, અમિતગીરી ગોસ્વામી, જાનીભાઈ, નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ ગેડીયાભાઈ, દેસાઈભાઈ , વિનુભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પમાં ડો અભિજિત જેબલિયા, ડો. અનિતાબેન, ડો. હેત્વીબેન તથા ડો. અંગ્રેજ વગેરેએ ઉપસ્થિત રહીને ઉપસ્થિત તમામ બાળકોની મેડિકલ તપાસ કરેલ
અને દુષ્યંતભાઈ દ્વારા બાળકોને ફ્રીમાં દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મનીષભાઈ વિંઝુડા દ્વારા મમતાઘરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુધીરભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. સવારે ૧૦ વાગ્યે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા મમતાઘરની મુલાકાત લેવામાં આવી અને મમતાઘરની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી.


















Recent Comments