બગસરા ના વતની અને હાલ મુંબઈ રહેતાં કિશોરભાઈ હરીભાઇ દડિયા ની પ્રેરણા અને સહયોગ થી બગસરા તાલુકાના હડાળા, હામાપુર, જુનીહળીયાદ અને જુનાં ઝાઝરીયા તથા મોટા લીલીયા તાલુકાના ઈગોરાળા ગામે મેડીકલ સાઘનો ની સેવા શરૂ કરાવી અદભુત આરોગ્ય શ્રેત્રે લોકસેવા નો યજ્ઞ શરૂ કરાવી, લોક હ્દય માં સ્થાન મેળવેલ છે તેમ દેવચંદ સાવલિયા એ જણાવેલ . આ સેવા કાર્ય ને સોશીયલ મીડીયા ના માધ્યમ થી નીહાળી “અમેરિકા સ્થિત” મૂળ બગસરા ના વતની અનીલ ભાઈ દડીયા તથા દિનેશ ભાઈ દડીયા ના પૂજ્ય માતુશ્રી કંચન ગૌરી ખીમચંદભાઈ દડીયા પરીવાર ના આર્થીક સહયોગ થી લેઉવા પટેલ સમાજ શાપર દ્રારા, તારીખ ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ શાપર ગામે છઠ્ઠા મેડીકલ સાઘન સહાય સેન્ટર નો શુભારંભ, કનક આશ્રમ શાપર ના મીરાબાપુ હસ્તે ખૂલ્લું મુકવામાં આવેલ. મીરાં બાપુએ દાતા ની આ સેવા ને બીરદાવી ને જણાવેલ કે આવાં સત્કર્મો પરમાત્મા ની કુપા હોય તો જ થય શકે છે. આ પ્રસંગે ઉપસ્થિત ૫૦ થી વઘારે ગ્રામજનો એ રાજીનો વ્યક્ત કરેલ. અને સંજયભાઈ સુદાણી ના પ્રોજેક્ટ શરૂ કરાવવાના ભગીરથ પ્રયાસ ને સૌએ બીરદાવેલ. આ પ્રસંગે સંસ્થાના કાર્યકરો ની નોંધપાત્ર સેવા રહેલ છે તેમ મહેન્દ્ર ભાઈ પાથરે જણાવેલ. આ મેડીકલ સાઘનો ની સેવા થી અનેક દિન દુઃખિયા માટે આશીર્વાદ રૂપ બની રહી છે, તેમ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના મેનેજિંગ ટ્રસ્ટી દેવચંદ સાવલિયા એ જણાવેલ.
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મેડીકલ સાઘનો ની અનોખી સેવા

















Recent Comments