હ્યુસ્ટનથી ન્યુયોર્ક જઈ રહેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઇટમાં ટેકઓફ પહેલા આગ; ૧૦૪ મુસાફરો સુરક્ષિત
મુસાફરોને રનવે પરથી ઉતારીને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઇટ હ્યુસ્ટનથી ન્યુયોર્કમાં ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટને ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાથી તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી હતી. ફ્લાઇટ ૧૩૮૨ સ્થાનિક સમય મુજબ સવારે ૮ઃ૩૦ વાગ્યે જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટથી લાગાર્ડિયા એરપોર્ટ માટે ટેકઓફ કરવાની હતી, ક્રૂને એન્જિન સિગ્નલ મળ્યો અને રનવે પર ટેકઓફ અટકાવી દીધો. એરલાઈને એક નિવેદન જારી કરીને અકસ્માતની જાણકારી આપી છે.
ફેડરલ એવિએશન ઓથોરિટીએ કહ્યું કે એન્જિનમાં સમસ્યા હતી, જેના કારણે ટેકઓફ રોકી દેવામાં આવ્યું હતું. મુસાફરોને રનવે પરથી ઉતારીને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા.અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ ૧૦૪ મુસાફરોને સ્લાઇડ્સ અને સીડીઓનો ઉપયોગ કરીને પ્લેનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને તેમને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા અને તેમને કોઈ ઈજા થઈ ન હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અકસ્માતના વીડિયોમાં ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર જઈ રહેલા એરબસ છ૩૧૯ એરક્રાફ્ટના એન્જિનમાંથી ધુમાડો અને આગ નીકળતી જાેવા મળી રહી છે. યુનાઇટેડ એરલાઇન્સે જણાવ્યું હતું કે રવિવારે બપોરે મુસાફરોને બીજી ફ્લાઇટ માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યા હતા.
Recent Comments