અમરેલી

રાજુલામાં સરદાર @150 અંતર્ગત તા.૧૭મી સપ્ટેમ્બરે યુનિટી માર્ચ પદયાત્રા : નાગરિકોને જોડાવા અનુરોધ

લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના અવસરે ૯૮- રાજુલા વિધાનસભા મતવિસ્તારની સરદાર@150 અંતર્ગત યુનિટી માર્ચ પદયાત્રા તા.૧૭- ૧૧- ૨૦૨૫ના રોજ યોજાશે.

રાજ્યમાં વિધાનસભા વિસ્તારવાર યોજાતી આ યુનિટી માર્ચ પદયાત્રા રાજુલા શહેરમાં સવારે ૮ કલાકે ડો. બાબા સાહેબ આંબેડકર સર્કલથી પ્રસ્થાન કરી, શહીદ ચોક,  સરસ્વતી સ્કૂલ, ૐ લકુલીશ સ્કૂલ, છતડીયા ગામ, હિંડોરણા (R &B સ્ટેટ ઓફિસ)ના રૂટ પર ફરીને બાલક્રિષ્ના સ્કૂલ ખાતે પદયાત્રાનું સમાપન થશે. આ  પદયાત્રામાં રાજુલાના નગરજનો સહિતના નાગરિકો સહભાગી બનવા માટે વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts