અમરેલી

લાઠીમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તા.૨૧મી નવેમ્બરે યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના અવસરે લાઠીમાં તા.૨૧/૧૧/૨૦૨૫ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે.

આ પદયાત્રા રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે લાઠી ખાતેની કલાપી હાઈસ્કૂલથી પ્રારંભ થશે અને ભુરખીયા ખાતે સમાપન થશે, જેમાં સ્થાનિક પદાધિકારી – અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાઠીના નગરજનો જોડાશે.

Related Posts