અખંડ ભારતના શિલ્પી અને ભારતનાં પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી
જન્મ જયંતિની દેશ અને રાજ્યભરમાં ગૌરવભેર ઉજવણી થઈ રહી છે ત્યારે આગામી તા.23 નવેમ્બર
રવિવારના રોજ અમરેલી જીલ્લામાં આ ઉજવણી અંતર્ગત “એક્તા યાત્રા” યોજાવાની છે. જેમાં “એક ભારત,
આત્મનિર્ભર ભારત” સંદેશ જન સામાન્ય સુધી પહોંચે તેમજ લોહ પુરુષના વિચારોને વધાવવા અમરેલીનાં
લોકલાડીલા યુવા ધારાસભ્ય અને રાજ્ય સરકારનાં મંત્રી માનનીય કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતમાં યોજાનાર
આ “યુનિટી માર્ચ” માં લોકસભાનાં સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યો મહેશભાઈ કસવાલા,
જે.વી.કાકડિયા, હીરાભાઈ સોલંકી, જનકભાઈ તળાવિયા સહિત આગેવાનો અને કાર્યકરો જોડાવાના છે. જીલ્લા
વહીવટી તંત્ર દ્વારા યોજાનાર આ પદ યાત્રા સવારે 08 વાગ્યે, સરદાર સર્કલ, ચિતલ રોડ અમરેલીથી આરંભ થશે
અને શેડુભાર મુકામે પૂર્ણ થશે તો સૌ નાગરિકોને આ ગૌરવ પૂર્ણ યાત્રામાં જોડાવા જીલ્લા ભાજપ વતી ભાવભર્યુ
આમંત્રણ આપું છું એમ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીએ જણાવ્યું છે.
સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તેઆવતીકાલે અમરેલીમાં યોજાશે યુનિટી માર્ચ


















Recent Comments