fbpx
ગુજરાત

કડકડતી ઠંડી સાથે હવે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી ઃ હવામાન વિભાગ

રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, આ સાથે હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે, એક સપ્તાહથી વધુ સમયથી ઉત્તર પશ્ચિમી પવનોને કારણે લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યા છે. રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે,આ સાથે હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે, એક સપ્તાહથી વધુ સમયથી ઉત્તર પશ્ચિમી પવનોને કારણે લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યા છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ૪-૫ ડિગ્રીનો ઘટાડો થયો છે, જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ઠંડીનું જાેર વધશે અને શહેરવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડશે તેવી સ્થિતિ સર્જાશે. બનાસકાંઠા જીલ્લામાં વાતાવરણ પલટાયું.

વહેલી સવારથી પંથકમાં છવાયું વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું. હવામાન દ્વારા ૨૬થી ૨૮ ડિસેમ્બર માવઠાની આગાહી કરાઈ. કમોસમી વરસાદની આગાહીને પગલે પંથકના ખેડૂતો ચિંતિત થયા. માવઠાને પગલે ખેડૂતોના વરિયાળી, દિવેલાના પાકો ઉપરાંત રાયડો, ઘઉં, બટાકા સહિતના પાકોને વ્યાપક નુકસાનની સંભાવના છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગાઢ ધુમ્મસની ચાદર જાેવા મળી. ગાઢ ધુમ્મસને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સતત ધુમ્મસ ભર્યા વાતાવરણને પગલે ખેડૂતોની ચિંતા વધી. આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહીને પગલે ઘઉં, જીરુ, ચણા, લસણ, તુવેર જેવા પાકોને નુકશાનની ભીતિ. અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું. બદલાયેલા વાતાવરણ સાથે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.

ઠંડીનું પ્રમાણ પણ વધતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા. વાદળછાયા વાતાવરણથી ઉભા પાકને ખતરો. પાકમાં રોગચાળાનો ભયંકર ઉપદ્રવ થઇ શકે છે. જિલ્લામાં ૧.૫૦ લાખ હેક્ટરમાં ઘઉં, ચણા ,બટાકાનું વાવેતર થયું છે. ત્યારે બદલાયેલા મોસમના મિજાજે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો. હવામાન ખાતાએ આગામી દિવસોમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોને તૈયાર થયેલા પાકમાં નુકસાનીનો ડર સતાવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જાે તાપમાનની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઠંડીનો પ્રકોપ વધુ જાેવા મળ્યો છે અને કચ્છ ૮.૫ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યારે અહીંનું તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયું છે. . રાજ્યના ૪ જિલ્લા કેશોદમાં ૯.૪ ડિગ્રી, અમરેલીમાં ૯.૭ ડિગ્રી, રાજકોટમાં ૯.૮ ડિગ્રી, પોરબંદરમાં ૧૨.૨ ડિગ્રી, સુરેન્દ્રનગર અને મહુવામાં ૧૨.૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૩ ડિગ્રી, અમદાવાદમાં ૧૫ ડિગ્રી, ભાવનગરમાં ૧૩.૪ ડિગ્રી, ભાવનગરમાં ૧૩.૪ ડિગ્રી તાપમાન હતું.

૧૩.૫ ડિગ્રી, વડોદરામાં ૧૪ ડિગ્રી, દ્વારકામાં ૧૫.૪ ડિગ્રી હતું. ઠંડી વચ્ચે આજથી ૩ દિવસ સુધી ચોમાસાની આગાહી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથ, કચ્છમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી , આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, માં ભારે વરસાદની આગાહી ૨૮ ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાત. ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટાભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન વધુ નોંધાય તેવી શક્યતા છે. ઠંડીના મોજાના દિવસો ઓછા રહેશેઃ ઉત્તર પશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં ઓછા શીત લહેરના દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. ઉત્તરથી દક્ષિણ તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હિમાચલમાં હિમવર્ષાના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો છે. ડિસેમ્બર આવતાની સાથે જ ઠંડીએ પોતાના રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. પરંતુ ડિસેમ્બરના આવનારા દિવસો વધુ ડરામણા હશે તેવી ધારણા છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.

Follow Me:

Related Posts