છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહેલા આ અણધાર્યા વરસાદને કારણે જિલ્લાના ખેડૂતો ગંભીર ચિંતામાં મુકાયા છે.છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહેલા આ અણધાર્યા વરસાદને કારણે જિલ્લાના ખેડૂતો ગંભીર ચિંતામાં મુકાયા છે. કારણ કે તૈયાર પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. સતત ત્રણ દિવસથી વરસાદના કારણે ખેતરોમાં ઊભેલા અને લણણી માટે તૈયાર પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તારના મુખ્ય પાકો જેવા કે ડાંગર, તુવેર, મકાઈ અને કપાસને ભારે નુકસાન થવાનો અંદાજ છે.ખાસ કરીને જે ખેડૂતોએ ડાંગરનો પાક કાપી લીધો છે અને ખેતરમાં જ રાખેલો છે તે પલળી જવાથી ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ડાંગર પલળી જવાથી તેની ગુણવત્તા બગડી જાય છે અને બજારમાં યોગ્ય ભાવ મળતો નથી. જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. તુવેર, મકાઈ અને કપાસના પાકને પણ સતત વરસાદી ઝાપટાંથી ભારે નુકસાન થયું છે.આ પરિસ્થિતિમાં ખેડૂતોએ સરકાર સમક્ષ માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવે અને તેમને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. હવામાન વિભાગ દ્વારા હજી પણ વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને તેમના પાકને નુકસાન ન થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
છોટા ઉદેપુરમાં 3 દિવસથી કમોસમી વરસાદ, માવઠાથી ખેડૂતો ચિંતામાં મુકાયા


















Recent Comments