અમરેલી

દામનગર વેદમાતાના સાનિધ્યમાં શ્રાવણી પૂનમના પાવન પર્વએ બ્રહ્મકુમારોના ઉપનયન સંસ્કાર

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિરે વેદ માતા ના સાનિધ્ય માં શ્રાવણી પૂનમ ના પાવન પર્વ એ બ્રહ્મ કુમારો ના ઉપનયન સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો

વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ વચ્ચે યજ્ઞોપવિત મેખલ બંધન સાથે વ્રતબંધન તેજસ્વી બુદ્ધિ દીક્ષા પ્રજ્ઞા પરિવર્તન સંસ્કૃતિક ના સવાહક સદવ્રત ના ઉત્તમ આચરણ ની દીક્ષા ગ્રહણ કરી બ્રહ્મ કુમારો એ

જનોઈ ના નવ તંતુ ત્રણ ગણ ગૂંથી ત્રીસુત્રી જ્ઞાન ભક્તિ કર્મ નું પ્રતીક માનવતા માં આવે છે નમ્રતા ના દિવ્ય ગુણ અર્પતા ઉપ નયન સંસ્કાર વિધિ માં શહેર માંથી મોટી સંખ્યા માં બ્રહ્મ કુમારો ગાયત્રી મંદિર પરિસર માં પધાર્યા હતા યજ્ઞ નારાયણ ની સાક્ષી એ વૈદિક જીવન ના ઉત્તમ પાલન ની પ્રતિજ્ઞા સાથે વ્રતો  સિદ્ધાંતો નું પુનરોચ્ચાર સાથે વેદ માતા ગાયત્રી ના સાનિધ્ય માં જનોઈ બદલાવાઈ હતી ષોડશ સંસ્કાર વેદ નિષ્ઠા સદ સ્મરણ શક્તિ ના સાનિધ્ય માં પ્રતિજ્ઞા લેતા બ્રહ્મ કુમારો ની યજ્ઞ પવિત વિધિ સંપન્ન કરાય હતી 

Related Posts