રાષ્ટ્રીય

યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના વાર્ષિક એહવાલમાં ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ અને અત્યાચારનો આરોપ

ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ અને અત્યાચારનો આરોપ લગાવતા યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે તેના વાર્ષિક અહેવાલમાં ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (ઇછઉ) પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. કમિશને આરોપ લગાવ્યો હતો કે શીખ ભાગલાવાદીઓની હત્યામાં ઇછઉની ભૂમિકા હતી.
યુએસ કમિશનના રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે પ્રશ્નો ઉભા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૪ માં ભારતમાં ધાર્મિક લઘુમતીઓ સામે હુમલા અને ભેદભાવમાં વધારો થયો છે. રિપોર્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પક્ષ, ભારતીય જનતા પાર્ટી પર ગયા વર્ષની ચૂંટણી દરમિયાન મુસ્લિમો અને અન્ય ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ નફરતભર્યા ભાષણનો ઉપયોગ કરવાનો અને અફવાઓ ફેલાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
યુએસ કમિશને ભારત સરકારને ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને ધાર્મિક ઉત્પીડનને રોકવા માટે નક્કર પગલાં લેવા અપીલ કરી. કમિશને ખાસ કરીને ભારતીય નાગરિકતા કાયદા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રએ મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. આ ઉપરાંત કાશ્મીરના વિશેષ દરજ્જાને નાબૂદ કરવાની પણ ટીકા કરવામાં આવી હતી.
ભારત શીખ અલગતાવાદીઓને સુરક્ષા માટે ખતરો માને છે અને તેમાં સંડોવણીનો ઇનકાર કરે છે. મંગળવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં, યુએસ કમિશને જણાવ્યું હતું કે, “ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ ૨૦૨૪ માં વધુ બગડતી રહેશે કારણ કે ધાર્મિક લઘુમતીઓ સામે હુમલા અને ભેદભાવ સતત વધશે.”
કમિશનના અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ૨૦૨૩ થી ભારતમાં શીખ અલગતાવાદીઓ વિરુદ્ધ અમેરિકા અને કેનેડામાં ભારતની કથિત કાર્યવાહીએ દ્વિપક્ષીય સંબંધોમાં નવો તણાવ પેદા કર્યો છે. અમેરિકાએ ભારતીય ગુપ્તચર અધિકારી વિકાસ યાદવ પર એક નિષ્ફળ કાવતરાના આરોપો લગાવ્યા છે, જે આરોપ ભારતે નકારી કાઢ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વખત વૈશ્વિક મંચો પર લઘુમતીઓ સામે કોઈપણ પ્રકારના ભેદભાવનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેમની સરકારની યોજનાઓ તમામ સમુદાયો માટે ફાયદાકારક છે. તેઓ કહે છે કે જ્યારે તેઓ દરેક ઘરમાં ગેસ, વીજળી અને પાણી પહોંચાડવાની વાત કરે છે, ત્યારે તેઓ ધર્મ તરફ જાેતા નથી.

Follow Me:

Related Posts