ન્યૂયોર્ક: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટના મોરચે વધુ એક ફટકો પડયો છે. ટ્રમ્પે ફેડરલ વોટર રજિસ્ટ્રેશન માટે નાગરિકત્વના દસ્તાવેજી પુરાવો ઉમેરવાનો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો હતો તેને અમેરિકન કોર્ટે ફગાવી દીધો છે.
અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ કોલીન કોલર કોટલીએ ઉપરોક્ત ચુકાદા સાથે ટ્રમ્પે ફેડરલ વોટિંગ માટે નાગરિકત્વનો પુરાવો જરુરી હોવાનો એક્ઝિક્યુટિવ આદેશ આપ્યો હતો તેને ફગાવી દીધો છે. તેણે ટ્રમ્પના આદેશને પડકારનારા ડેમોક્રેટિક એન્ડ સિવિલ રાઇટ્સ ગુ્રપ્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
અમેરિકન જજનો આદેશ હતો કે નાગરિકત્વના પુરાવાનો આદેશ તે સત્તાના વિકેન્દ્રીકરણના નિયમનો દેખીતી રીતે બંધારણીય ભંગ છે. આમ તેણે ટ્રમ્પ તંત્ર અને તેના સહયોગીઓની અમેરિકન ચૂંટણીમાં ફક્ત અમેરિકનો જ વોટિંગ કરે જેથી પ્રજાનો જરુરી વિશ્વાસ આ પ્રક્રિયામાં જળવાઈ રહે તે દલીલ ફગાવી દીધી હતી.કોર્ટનું કહેવું હતું કે પ્રેસિડેન્ટ પાસે આ પ્રકારના ફેરફારો કરવાની સત્તા જ નથી. આપણા બંધારણે ચૂટણી પ્રક્રિયામાં ફેરફારો કરવાની જવાબદારી રાજ્યો અને કોંગ્રેસના શિરે નાખી છે. આમ કોર્ટે સીધુ અને સટ જણાવ્યું છે કે ટ્રમ્પને આ પ્રકારનો આદેશ જારી કરવાની સત્તા નથી, તેથી તેને ફટકો પડયો છે.




















Recent Comments