ફરી એકવાર અમેરિકાએ યમન પર ભયંકર હુમલો કર્યો હતો જેમાં રાસ ઈસા ઓઈલ પોર્ટ પર એર સ્ટ્રાઈક કરવામાં આવતા ૩૮ લોકોના મોત અને ૧૦૨ લોકો ઘાયલ થયા હતા.
અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાન્ડે પણ આ હુમલાની ખાતરી કરી છે. અમેરિકાએ હુથીઓના કબજા હેઠળના રાસ ઈસા પોર્ટ પર ઘાતક હુમલો કર્યો હતો. રસા ઈસા ઓઈલ પોર્ટ પર હુમલાથી ત્યાં કામ કરતાં પોર્ટના કામદારો અને કર્મચારીઓના મોત થયા છે. ઘણા ઘવાયા છે. અગાઉ માર્ચમાં પણ સળંગ બે દિવસ સુધી અમેરિકાએ હુમલો કરતાં ૫૦થી વધુ લોકોના મોત થયા હતાં.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ મળ્યા બાદ અમેરિકાની સેનાએ અવારનવાર હૂથીના કબજા હેઠળના વિસ્તારોમાં હુમલા કરી રહી છે. જેમાં રાસ ઈસા પોર્ટ પર ગઈકાલે થયેલો હુમલો અત્યંત ઘાતક હતો. જેમાં સૌથી વધુ મોત નીપજ્યા છે. અમેરિકાએ આ એર સ્ટ્રાઈક હૂથીઓને મળતાં ફંડિંગ અને સંસાધનો પર કાપ મૂકવાના ઉદ્દેશ સાથે કરી હતી. યમનની લગભગ ૭૦ ટકા આયાત અને ૮૦ ટકા માનવતાવાદી સહાય રાસ ઈસા, હોદેદાહ અને અસ-સલિફ પોર્ટમાંથી પસાર થાય છે. આ હુમલાથી હૂથીઓને મળતાં સંસાધનોનો સ્રોત ખોરવાશે.
આ હુમલા બાબતે હૂથીના મોહમ્મદ નાસર અલ-અતિફીએ જણાવ્યું હતું કે, દુશ્મન અમેરિકાના આ હુમલાથી અમે ડરીશું નહીં. અમે યમનના લોકો ગાઝાને સમર્થન આપવાનું ચાલુ રાખીશું. નવેમ્બર, ૨૦૨૩થી અમેરિકાની સેના હૂથીઓને નિશાન બનાવી રહી છે. ઈઝરાયલ સાથે મળી તેણે હૂથીના જહાજાે પર ૧૦૦થી વધુ હુમલા કર્યા છે.
તે પન મહત્વનું છે કે, હૂથીએ પણ ગાઝાને સમર્થન આપવાના ભાગરૂપે અમેરિકા અને ઈઝરાયલ પર ૧૫ માર્ચથી અત્યારસુધી ૫૯ હુમલા કર્યા છે. જેમાં ઈઝરાયલ વિરૂદ્ધ ૨૬ હુમલા અને યુએસ એરક્રાફ્ટ કેરિયર-વૉરશિપ પર ૩૩ હુમલા કર્યા હતા. રેડ સી ક્રાઈસિસ ૧૯ ઓક્ટબર, ૨૦૨૩થી શરૂ થઈ હતી. ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યમનમાં ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓએ ઈઝરાયલ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. તેણે ગાઝા પટ્ટીમાં દખલગીરી ન કરવાની ચીમકી આપતાં ઈઝરાયલ વિરૂદ્ધ લડાઈ છેડી હતી. ગાઝા યુદ્ધમાં ગાઝાને સમર્થન આપનારા હૂથી વિરૂદ્ધ અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને હુમલા કરી રહ્યું છે.
અમેરિકી સેના દ્વારા યમનના રાસ ઈસા ઓઈલ પોર્ટ પર એર સ્ટ્રાઈક; ૩૮ ના મોત

Recent Comments