રેરા-ટ્રિબ્યુનલનો યુઝર ફ્રેન્ડલી એપ્રોચ; ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી ઓનલાઈન થશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ખ્તિીટ્ઠં.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ વેબ પોર્ટલ લોન્ચ કર્યું; હવે અપીલ-ફી ભરવા સહિતની ૧૭ જેટલી કામગીરી ઓનલાઈન થઈ શકશેકેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા ખાસ કરીને મકાન વેગેરે ધારણકર્તા એલોટિઝનું હિત જાળવવા સાથે પક્ષકારો વચ્ચેના વિવાદના ઝડપી અસરકારક નિકાલ માટે ૨૦૧૬થી ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ઘડ્યો છે.
ગુજરાતમાં ૧ મે-૨૦૧૭થી અમલી થયેલા આ કાયદાની જાેગવાઈઓ મુજબ રાજ્ય સરકારે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ(રેરા ટ્રિબ્યુનલ)ની સ્થાપના કરી છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઈન અને સરળ બનાવતાં યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલનું લોન્ચિંગ ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ શ્રી આર.એમ. છાયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કર્યું હતું.
આ વેબપોર્ટલ ખ્તિીટ્ઠં.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ કાર્યરત થતાં હાલ જે સંબંધિત પક્ષકારો દ્વારા રેરા ટ્રીબ્યુનલમાં રૂબરૂ આવીને અપીલ કાર્યવાહી કરવામાં આવે છે, તેમાંથી મુક્તિ મળશે. પક્ષકારો પોતાની અપીલ આ યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલ પર કરી શકશે. એટલું જ નહીં, તે અંગેની ફી પણ ઓનલાઈન ભરી શકાશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સપેરેન્સી ઈન ગર્વનન્સનો જે અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે, તેને રેરા ટ્રિબ્યુનલના આ વેબપોર્ટલે ૧૭ જેટલી વિવિધ સેવા-કામગીરી ડિજિટલ માધ્યમથી ઓનલાઈન ઉપલબ્ધ કરાવીને સાકાર કરી છે.
આ પોર્ટલ કાર્યરત થતાં રાજ્યના નાગરિકો માટે રેરા સંબંધિત સેવાઓ અને કામકાજમાં વધુ સુગમતા થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોર્ટલ લોંચ કરતાં વ્યક્ત કર્યો હતો.રેરા ટ્રિબ્યુનલ દ્વારા પોતાના આ વેબપોર્ટલ પર જે કામગીરી પક્ષકારો અને સંબંધિતોને ઓનલાઈન ઉપલબ્ધ થવાની છે, તેમાં, (૧) અપીલ ફાઇલિંગ અને નોંધણી, (૨) ફી અને ડિપોઝિટ વગેરેની ઓનલાઈન ચુકવણી, (૩) અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન, (૪) હદ-ગણતરી અને વિલંબિત માફી માટેની અરજી (ન્ૈદ્બૈંટ્ઠંર્ૈહ ઝ્રટ્ઠઙ્મષ્ઠેઙ્મટ્ઠંર્ૈહ ટ્ઠહઙ્ઘ ડ્ઢીઙ્મટ્ઠઅ ર્ઝ્રહર્ઙ્ઘહટ્ઠંર્ૈહ છॅॅઙ્મૈષ્ઠટ્ઠંર્ૈહ), (૫) ફાઈલિંગ માટે ઈમેલ અને જીસ્જી એલર્ટ્સ, (૬) સુનાવણીની તારીખ નક્કી કરવી અને પક્ષકારોને સુનાવણીની તારીખ વિશે ઓનલાઈન જાણ કરવી,
(૭) સુનાવણી/ઓર્ડર વિશે જીસ્જી દ્વારા પક્ષકારોને ઓનલાઈન માહિતી, (૮) પુનઃસ્થાપન અને સમીક્ષા અરજી અને નોંધણી કરવી, (૯) દૈનિક યાદી (ડ્ઢટ્ઠૈઙ્મઅ ઝ્રટ્ઠેજી ન્ૈજં), (૧૦) આગામી સુનાવણીની તારીખ/કાર્યવાહી માટે પક્ષકારોને ઈ-મેલ અને જીસ્જી સેવા, (૧૧) ચુકાદાની જાહેરાતની તારીખ માટે પક્ષકારોને ઈ-મેલ અને જીસ્જી સેવા, (૧૨) ચેતવણીની સૂચના (ઝ્રટ્ઠદૃીટ્ઠં), (૧૩) અરજી ભરવા માટે ઈ-ફાઇલિંગ પ્લેટફોર્મ (ૈંછ), (૧૪) પક્ષકારોને સુનાવણી અને સંદેશાવ્યવહાર માટે ઓનલાઈન સૂચના જારી કરવી (અંગ્રેજી અને ગુજરાતી સંસ્કરણ), (૧૫) અપીલ ડેટા ઃ વર્તમાન અપીલની વિગતો, અપીલની પેન્ડન્સી અને અપીલના નિકાલની વિગતો, (૧૬) ચાલુ સપ્તાહ, ચાલુ મહિનો અને ચાલુ વર્ષમાં અપીલની નોંધણી, (૧૭) ઓનલાઈન ચુકાદો/ઓર્ડર, વગેરે સેવાઓનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ વેબપોર્ટલનું લોન્ચિંગ કર્યું, તે વેળાએ રેરાના મેમ્બર એડમિનિસ્ટ્રેશન એન્ડ ટેક્નીકલ, નિવૃત્ત આઈ.એફ.એસ. શ્રી રામકુમાર, જ્યુડિશિયલ મેમ્બર નિવૃત્ત પ્રિન્સિપલ ડ્રિસ્ટ્રિક્ટ જજ શ્રી દવે તેમજ રજિસ્ટ્રાર શ્રી વાળા અને મુખ્યમંત્રીશ્રીનાં સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments