ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારના આઠ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાજ્યના પાટનગર લખનૌ ખાતે એક પ્રેસ વાર્તામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્ય સરકારની સિદ્ધિઓની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું સાથેજ રાજ્ય સરકારની ‘સેવા, સુરક્ષા અને સુશાસન નીતિ‘ પર આધારિત ડોક્યુમેન્ટ્રી પણ રજૂ કરી હતી.
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારના આઠ વર્ષ પૂર્ણ થવા પર એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે જેમાં પાર્ટી રાજ્યના જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો દ્વારા સરકારની તમામ ઉપલબ્ધિઓ વિશે લોકો સાથે વાતચીત કરશે. આ ઉત્સવ ૧૪મી એપ્રિલ ૨૦૨૫ સુધી ઉજવાશે.
રાજ્યમાં ભાજપ સરકારના આઠ વર્ષ પૂર્ણ થયા તે બાબતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદી અને તેમના દૂરંદેશી નેતૃત્વના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ, સેવા, સુરક્ષા અને સુશાસનની ઉત્તર પ્રદેશની ડબલ એન્જિન સરકારે ૮ વર્ષ પૂર્ણ કર્યા છે… હું ઉત્તર પ્રદેશની ૨૫ કરોડ જનતાનો તેમના સમર્થન માટે આભાર માનું છું…”
મુખ્યમંત્રીએ આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, “આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે કે ૮ વર્ષ પહેલા યુપીની સ્થિતિ અને ઓળખ શું હતી. ૮ વર્ષ પહેલા યુપીની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થવ્યવસ્થાની સ્થિતિ છૂપી ન હતી… યુપી ઓળખ સંકટનો સામનો કરી રહ્યું હતું, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા, યુવાનો સંઘર્ષ કરી રહ્યા હતા, દીકરીઓ અને ઉદ્યોગપતિઓ અસુરક્ષિત હતા અને લોકો કેવી રીતે સહન કરી રહ્યા હતા, કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિને કારણે અમે હજુ પણ રાજ્યમાં કેવી રીતે કથળી રહ્યા છીએ સરકારના પરિવર્તન સાથે. મોટા ફેરફારો થઈ શકે છે.”
વીરીધ પક્ષ પર કટાક્ષ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અગાઉની સરકારોમાં લોકોએ રમખાણો અને આતંક જાેયો હતો. ૮ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ એક બિમાર રાજ્ય ગણાતું હતું, પરંતુ આજે એ જ રાજ્ય આર્થિક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. પહેલા યુપીને વિકાસ પર બ્રેક માનવામાં આવતું હતું, પરંતુ આજે એ જ યુપી વિકાસનું ઉદાહરણ બનીને ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય એ જ છે, લોકો એ જ છે, સિસ્ટમ એ જ છે, માત્ર સરકાર બદલવાથી મોટા ફેરફારો જાેવા મળી રહ્યા છે.
ઉત્તર પ્રદેશની યોગી સરકારે ૮ વર્ષ પૂર્ણ કર્યામુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં સરકારની સિદ્ધિઓની પુસ્તિકાનું વિમોચન કર્યું

Recent Comments