ગુજરાત

વડોદરા ક્રાઈમબ્રાન્ચે હાઇટેક આંતર રાજ્ય વાહન ચોર રતન મિણા ઝડપાયો

વડોદરા ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓ ને એક મોટી સફળતા મળી છે, જેમાં એક ચોર સ્માર્ટ ડિવાઇસ થી અનલોક કરી લક્ઝયુરિયસ કાર ચોરી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ કેસમાં એક અનોખી વાત તે છે કે, આ ચોર ફક્ત ટાટા હેરીઅર કાર ની જ ચોરી કરતો હતો. મૂળ રાજસ્થાન ના ભરતપુર મા રહેતો રતન મિણા. રતન મીણા દોઢ વર્ષ થી વડોદરા, સુરત અને હાલોલમાં પહેલા રેકી કરતો હતો અને ખાસ કરી જ્યાં ટાટા હેરીઅર કાર દેખાય ત્યાં વોચ રાખતો. જ્યાં લાંબા સમયથી કાર પાર્ક રહેલી જોવા મળે ત્યાં પ્લાન બનાવી જતો. તેની પાસે ની માસ્ટર કી થી પહેલા કાર નું લોક ખોલતો. બાદમાં કાર ના સ્ટીયરિંગ નીચે આવેલ કી મા પોતાનું ખાસ સ્માર્ટ ડિવાઇસ કનેક્ટ કરતો અને બે જ મિનિટ મા કાર સ્ટાર્ટ થઇ જતી. અને કાર લઈને તે રાજસ્થાન જતો રહેતો અને ત્યાં દિલીપ ગુર્જર નામના વ્યક્તિ ને ફક્ત બે લાખ મા વેચી દેતો હતો.

વડોદરામાં એક વર્ષ થી ટાટા હેરીઅર કાર ચોરી ના કિસ્સા સામે આવ્યા હતા. જેમાં 2015 મા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 13 વાહન ચોરી નો ભેદ ઉકેલ્યો હતો. ત્યારે આ રતન મિણા ઝડપાયો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે રતન ના ગામ રાજસ્થાનમાં તપાસ કરાવતા તે ગામ મા આવતો ન હતો જેથી પોલીસે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરીને રતન મીણાને ચોરી કરેલી બાઈક, માસ્ટર કી, સેન્સર, કી, સ્માર્ટ ડિવાઇસ સાથે ઝડપી લીધો હતો. જેની પૂછપરછ મા તેણે વડોદરા, સુરત અને હાલોલ માંથી 8 ટાટા હેરીઅર ચોરી કરી હોવાની કબૂલાત કરતા ભેદ ઉકેલાયો છે. રતન મિણા 100 જેટલાં ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ ખુલ્યું છે.

Related Posts