ગુજરાત

આયુર્વેદિક પ્રોડક્ટ સપ્લાય કરવાના નામે છેતરપિંડી કરવાના કેસમાં વડોદરા પોલીસ એક નાઇજિરિયન ની ધરપકડ કરી

વડોદરા પોલિસેને એક મોટી સફળતા મળી છે જેમાં, એક વેપારી સાથે આયુર્વેદિક પ્રોડક્ટ સપ્લાય કરવાના નામે ઠગ ટોળકીએ નેટવર્ક ગોઠવી રૂ.1.24 કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં  નાઈજીરીયન ગેંગના એક વ્યક્તિને ઝડપી લેવાયો.

વડોદરાના એક વેપારીને સોશિયલ મીડિયા પર આયુર્વેદિક લિક્વિડ સપ્લાય કરવા માટે ઓફર કરવામાં આવી હતી. ઠગ ટોળકીએ ગોઠવેલા નેટવર્ક મુજબ બીજા એક એક ઠગને લિક્વિડ ક્યાંથી મળશે તેની જાણકારી આપવામાં આવી હતી. તેમણે આ લિક્વિડની કોસ્ટ અમે કહીએ તે પ્રમાણે રાખીને સપ્લાય કરવા અને નફો સરખે ભાગે વેચી લેશું તેમ કહ્યું હતું.

ઠગોની જાણવા ફસાયેલી વ્યક્તિએ ત્યારબાદ ક્રિષ્ના હર્બલમાંથી રૂ.47 લાખની કિંમતનું 20 લીટર લિક્વિડ સપ્લાય કર્યું હતું. પરંતુ ઠગોએ આ ઓર્ડર મોડો મળવાથી નુકસાન થયું છે તેમ કહી વધુ 50 લીટર સપ્લાય કરવા કહ્યું હતું. તેમણે એવી પણ લાલચ આપી હતી કે 50 લીટર માલ સપ્લાય થશે એટલે કંપની તરફથી 130 લિટરનું એડવાન્સ પેમેન્ટ કરાવી નફો સરખા ભાગે વેચી લેશું. આમ આમ ઠગોએ કુલ રૂ.1.24 કરોડ પડાવી લીધા હતા.

વડોદરા પોલીસના સાયબર ક્રાઈમ વિભાગે આ બનાવમાં ક્રિષ્ના હર્બલના અધિકારી તરીકે ઓળખ આપનાર ગ્રેબિયન ઓયેન્કા(કલ્યાણ, મુંબઈ) ની ધરપકડ કરી છે.

Related Posts