શહેરમાં આવેલ હોટલ મેરીલેન્ડમાં પીસીબીએ રેડ કરી બિઝનેસ મિટિંગના બહાને રૂમ બુક કરાવી જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડી કુલ રૂ.5.53 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
શહેર પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, પ્રદીપ બારોટ નામનો વ્યક્તિ કપુરાઈ ચોકડીથી વાઘોડિયા ચોકડી તરફના માર્ગ ઉપરની હોટલ મેરીલેન્ડના ચોથા માળે રૂમ નં.11 બુક કરાવી જુગાર રમે છે. જેના આધારે પોલીસે પ્રદીપ બારોટ સહિત જુગાર રમી રહેલ આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. કપૂરાઈ પોલીસે રૂ.55 હજારની કિંમતના 8 નંગ મોબાઈલ ફોન, રોકડા રૂ.48,640, રૂ.4.50 લાખની કિંમતના બે ટુ વ્હીલર અને બે ફોર વ્હીલર મળી 4 વાહનો સહિત કુલ રૂ.5,53,640નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.પોલીસની પૂછતાછમાં પ્રદીપ બારોટએ કબુલાત કરી હતી કે, પોતે આ રૂમ બુક કરાવી એક બાજી દીઠ સો રૂપિયા કમિશન લેતો હતો. જ્યારે હોટલ સંચાલકનું કહેવું હતું કે, પ્રદીપ બારોટએ આ રૂમ ધંધાકીય મીટીંગ માટે બુક કરાવ્યો હતો. અગાઉ પણ આ પ્રકારે એક વખત રૂમ બુક કરાવ્યો હતો.
Recent Comments