“વાલ્મીકિ સમાજ શિક્ષણ સંગઠન ગુજરાત ” વાલ્મીકિ સમાજ શિક્ષણ સંગઠન ગુજરાતની હેડઓફિસ અમરેલી ખાતે ખોલવામાં આવી

વાલ્મીકિ સમાજ શિક્ષણ સંગઠન ગુજરાતની અમરેલી ખાતેની ટીમ દ્વારા સમાજ શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ,કે સમાજના સંગઠન માટે અમરેલી ખાતે ઓફિસ ખોલવામાં આવી,જેમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તુષારભાઈ જોશીના વરદ હસ્તે રીબીન કાપી ઓફિસ ખૂલી મૂકવામાં આવી, આ તકે સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ દ્વારા આ સંગઠન વધુ સારી અને શ્રેષ્ઠ કામગીરી કરે એવી પત્ર દ્વારા શુભેચ્છાપાઠવી, આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેનશ્રી દામજીભાઈ ગોલ, શરદભાઈ મકવાણાએ પ્રેરક હાજરી આપી હતી.
વાલ્મીકિ સમાજ શિક્ષણ સંગઠન ગુજરાતની અમરેલી ખાતેની ટીમ દ્વારા સમાજ શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ, સંગઠનની મિટિંગ માટે તેમજ સમાજ સંગઠનના સભ્યોને રૂબરૂ મળી પોતાની રજૂઆત કરી શકે આ માટે અમરેલી ખાતે ઓફિસ ખોલવામાં આવી,જેમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તુષારભાઈ જોશીના વરદ હસ્તે રીબીન કાપી ઓફિસ ખૂલી મૂકવામાં આવી, આ કાર્યક્રમમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેનશ્રી દામજીભાઈ ગોલ, શરદભાઈ મકવાણાએ હાજરી આપી હતી, વાઈસ ચેરમેનશ્રી દામજીભાઈ ગોલ દ્વારા આ સંગઠન સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ખુબજ કામ કરે.સમાજના બાળકો,યુવાનો,કુમાર, કન્યા આધુનિક શ્રેષ્ઠ શિક્ષણ મેળવે તે માટે બનતી મદદ કરવાની ખાતરી આપી હતી,શરદભાઈ મકવાણા એ જ્યારે શિક્ષણના કોઈ પ્રશ્નો આવે ત્યારે સંગઠનની સાથે રહી તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી,
ચેરમેનશ્રી તુષારભાઈ જોશી દ્વારા સંગઠનના તમામ સભ્યોને વધુ સક્રિય રીતે કામ કરવા હાકલ કરી હતી, તેમજ જ્યાં જરૂર પડે ત્યાં મને ખાલી જાણ કરજ,આ સંગઠનના કાર્યમાં તમામ રીતે પોતે મદરૂપ થશે તેવું વચન આપવામાં આવ્યું,આ તકે સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ અમરેલીમાં ન હોવાથી પત્ર દ્વારા આ સંગઠન વધુ સારી અને શ્રેષ્ઠ કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવી હતી તેમજ અમરેલીમાં ઓફિસની મુલાકાતે આગામી સમયમાં આવશે એમ પત્રમાં જણાવ્યુ હતું.આ કાર્યક્રમમાં સમાજની નાની બાળાઓ દ્વારા સ્પીચ આપવામાં આવી હતી, આ કાર્યક્રમની સંપૂર્ણ તૈયારી અને કાર્યક્રમ સફળ બનાવવા માટે સંગઠન ના પ્રમુખ શ્રી પંકજ વાળા, ઉપ પ્રમુખ શ્રી ભાવેશ વાળોદરા, મહામંત્રી રાજુભાઈ ચૌહાણ, મહામંત્રી રાહુલ ગોહિલ, ખજાનચી આનંદ ગરણીયા, સહ મંત્રી મુકેશ વાઘેલા, સંગઠન મંત્રી અલ્પેશ વાળા, મંત્રી વિપુલ સોલંકી,તેમજ જિલ્લા તાલુકાની ટીમે જહેમત ઉઠાવી હતી.આ તકે સમાજના ગાદીપતી પૂજ્ય જીતુબાપુ,જીલુબાપુ, મગનભાઈ ટીમાણિયા,ગુણવત ભાઈ નૈયા,છનાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનો, વડીલો,યુવાનો હાજર રહ્યા હતા.
તેમ સંગઠનની યાદીમાં જણાવાવમાં આવે છે
Recent Comments