અમરેલી

વામવય ભગવતાચાર્ય ધ્રુવકુમાર રાવલ નું શ્રી મદ્રભાગવત કથા માં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિશિષ્ટ સન્માન

દામનગર શહેર માં બોખા પરિવાર ના આંગણે ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માં વામવય ભગવતાચાર્ય    ધ્રુવકુમાર રાવલ નું વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું 

બોખા પરિવાર દ્વારા છભાડીયા રોડ બજરંગનગર ખાતે સંવત ૨૦૮૧ ના ચેત્ર સુદ ૧૧ ના શુભ દિન મંગળવારે તા.૦૮/૦૪/૨૫ પ્રારંભયેલ મોક્ષદાત્રી શ્રીમદ્ર ભાગવત કથા નું ભાવાત્મક શૈલી રસપાન કરાવતા વામવય વિદ્વાન શાસ્ત્રી ધ્રુવકુમાર રાવલ ના શ્રી મુખે સ્થિર પ્રજ્ઞ બની કથા શ્રવણ કરતા શ્રોતા જનો ને

અલોકીક ઈશ્વર ચરિત્ર દર્શન  તાદ્રશ્ય કરાવતા ધ્રુવકુમાર રાવલ મુખ્ય યજમાન હરેશભાઇ વલ્લભભાઈ બોખા પરષોત્તમભાઈ લક્ષ્મણભાઈ બોખા પરિવાર ના આંગણે ભવ્ય અને દિવ્ય ધર્મોત્સવ

માં શ્રી મદ્ર ભાગવત કથા માં માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે આજે કથા વિરામ પ્રસંગે દામનગર શહેર  પટેલ સમાજ અગ્રણી ભગવનભાઈ નારોલા  ભોળાભાઈ બોખા સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી ઓ નિકુલભાઈ રાવળ બદલભાઈ ભટ્ટ તુષારભાઈ પાઠક વિપુલભાઈ જોશી પંકજભાઈ ત્રિવેદી સાધુ સમાજ અગ્રણી સતિષભાઈ ગોસ્વામી નરેશભાઈ મકવાણા સહિત શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને અનેકો અગ્રણી ઓ દ્વારા વામવય ભગવતાચાર્ય ધ્રુવકુમાર રાવળ નું વિશિષ્ટ સન્માન કરાયું હતું 

Related Posts