માહિતી બ્યુરો, ભાવનગર
ભાવનગર જિલ્લા પોગ્રામ ઓફિસરશ્રી રમેશભાઇ ઝાંખણીયાના માર્ગદર્શન હેઠળ તેમજ સી.ડી.પી.ઓ શ્રી
અલ્પાબેન મકવાણા, કલ્પનાબેન ચૌહાણની ઉપસ્થિતિમાં પાલીતાણા ઘટક ૧ અને ઘટક ૨ના તમામ કેન્દ્રમાં બાળક
પાલક દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયાં હતા. કાર્યક્રમમાં ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે નાના ભૂલકાઓ અને
વાલીઓ દ્વારા છાપકામ,ચીટકકામ, રંગકામ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વાલીઓએ પ્રતિભાવો
આપી આંગણવાડીમાં થતા કાર્યોને બિરદાવ્યાં હતાં.
કાર્યક્રમમાં મુખ્ય સેવિકાઓ,વાલીઓ,ગામના આગેવાનો તેમજ નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments