બાળકોના આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુંભાવનગરના પાલીતાણા ખાતે આઈ.સી.ડી.એસ.કચેરી દ્વારા ઘટક 1 અને 2ના આંગણવાડી કાર્યકરો માટે
‘પોષણ સંગમ તાલીમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોના આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું.સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ SAM બાળકોના પોષણ માટેનું મટીરીયલ,પોષણ સંગમ
બુકલેટની સાથે પોષણ સંગમ કાર્ડ અને બાલશક્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તાલીમમાં સી.ડી.પી.ઓ. શ્રી અલ્પાબેન મકવાણા, શ્રી કલ્પનાબેન ચૌહાણ, બ્લૉક કોર્ડીનેટર શ્રી વૃંદાબેન
લાલાણી અને શ્રી નિકુંજભાઈ ગોહેલ દ્વારા C-MAM કાર્યક્રમ અંતર્ગત દસ પગલાંઓ વિશેની સંપૂર્ણ જાણકારી
આપવામાં આવી હતી.
આ તકે રાજ્યકક્ષાના પોષણ સંગમ કાર્યક્રમનું ઉપસ્થિત સહુએ જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.
પાલીતાણામાં ઘટક 1 અને 2ના આંગણવાડી કાર્યકરો માટે ‘પોષણ સંગમ તાલીમ’ યોજાઈ

Recent Comments