અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવને વોટર ફિલ્ટર પ્લાન્ટ, નવનિર્મિત સરદાર સર્કલ, પાણીનો સંપ, શ્રી કૈલાશ મોક્ષધામ નવીનીકરણ સહિતના વિવિધ વિકાસકામોની ભેટ મળી છે. આજરોજ રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
મોટી કુંકાવાવ ખાતે પીવાના શુદ્ધ પાણીની સુવિધા સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો માટે દાતાશ્રીનો સહયોગ મળતા વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત સરદાર સર્કલનું નિર્માણ પણ કરવામાં આવ્યુ છે.
મોટી કુંકાવાવ ખાતે દાતાશ્રીઓના સહયોગથી નિર્મિત વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રી અને પંચાયત સભ્યશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments