ભાવનગર

“બાળલગ્ન મુક્ત ભારત અભિયાન”અંતર્ગત ભાવનગર જિલ્લાની ૨૫ શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા 

દર વર્ષે ૨૫ નવેમ્બર (મહિલાઓ સામેની હિંસા નાબુદી માટેનો આંતરરાષ્ટ્રિય દિવસ) થી ૧૦ ડિસેમ્બર (માનવ અધિકાર દિવસ) સુધીના ૧૬ દિવસના સમય ગાળા દરમિયાન વિશ્વભરમાં લીંગ આધારીત હિંસા નાબુદ કરવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, આથી ભારત સરકાર દ્વારા લીંગ આધારીત હિંસા, પ્રયાસો/પહેલોને પ્રકાશીત કરવા તેમજ મહિલાઓ અને છોકરીઓના હકો અને અધિકારો વિશે જાગૃતિ લાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.

આ ઉપરાંત તા.૨૭/૧૧/૨૦૨૪ ના રોજ ભારત સરકાર દ્વારા સંપુર્ણ ભારતને બાળલગ્ન મુક્ત કરવા રાષ્ટ્રિય અભિયાનની શુભ શરૂઆત કરવામાં આવેલ છે. જેનો ઉદેશ્ય છે, કે દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવુ, શિક્ષણના સ્તરમાં સુધારો કરવો અને મહિલા સશક્તિકરણ કરવું આમ, ઉપરોક્ત ઉદેશ્યને પરિતાર્થે કરવા ભાવનગર જિલ્લામાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી દ્વારા જિલ્લાની શાળાઓમાં બાળલગ્ન જાગૃતિ, કાયદાની સમજ અને બાળલગ્ન ન કરવા અંગેની પ્રતિજ્ઞા અભિયાન તેમજ વેબીનારોનું આયોજન કરવામાં આવેલ હતુ.

જેમાં ભાવનગર જિલ્લાની ૨૫ જેટલી શાળાઓમા કુલ-૨૫૦૦ થી વધુ બાળકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોને આવરી લઇ જિલ્લામાં બાળલગ્ન મુક્ત ભારત અભિયાનને વેગવતું બનાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું તેવુ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જણાવેલ છે.

Related Posts