અમરેલી

બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય સહાય

અમરેલી જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાય યોજનાઓ અમલી છે. આ યોજનાઓનો લાભ મેળવવા ખેડુતોએ, આઇ-ખેડુત પોર્ટલ http://ikhedut.gujarat.gov.in પર વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઓનલાઇન અરજીઓ કરવી.ઓન લાઇન અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની સહિતની વિગતો જરુરી સાધનિક પુરાવા સાથે રાખવા જરુરી છે.

બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ, અર્ધ પાકા અને કાચા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પ્લાસ્ટિક માલ્ચ લેઈગ મશીન, મેન્યુઅલ સ્પ્રેયર-નેપસેક/ફ્રુટ ઓપરેટર સ્પ્રેયર, ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીંગ, પેકિંગ એકમ નિર્માણ સહાય, કાપણી,  પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પાકનાં પ્રોસેસીંગ નવા યુનિટ માટે સહાય, ઔષધિય સુગંધિત પાકોના માટે નવા ડિસ્ટિલેશન યુનિટ, મિશન મધમાખી કાર્યક્રમ, ટ્રેક્ટર(૨૦ PTO HP સુધી), ટ્રેક્ટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ઇલેક્ટ્રોસ્ટેટિક સ્પ્રેયર, ટ્રેક્ટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર (૨૦BHP થી ઓછા), પાવર નેપસેક સ્પ્રેયર/ પાવર ઓપરેટેડ તાઈવાન સ્પ્રેયર (૧૨-૧૬ લી. ક્ષમતા), પાવર નેપસેક સ્પ્રેયર/ પાવર ઓપરેટેડ તાઈવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા), પાવર નેપસેક સ્પ્રેયર/ પાવર ઓપરેટેડ તાઈવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા), સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, કંદ ફૂલો અને દાંડી ફૂલો માટે તા.૭ ડિસેમ્બર સુધીમાં આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી.

 આંબા તથા જામફળ – ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમઃ આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓના નવસર્જન માટે સહાય, કમલમ ફળ (ડ્રેગનફ્રુટ)નાં વાવેતર માટે સહાય કાર્યક્રમ, કેળ(ટીસ્યુ)-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, પપૈયા- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલ્સમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે, નેટહાઉસ – નળાકાર સ્ટ્રક્ચર માટે, રાઈપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન), સંકલિત કોલ્ડ ચેઈન સપ્લાય સીસ્ટમ, ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેક્શન, શોર્ટિંગ/ગ્રેડીંગ, પેકિંગ એકમો વગેરે તેમજ ગુણવત્તા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા), નાની નર્સરી (૧ હે.) માં સહાય મેળવવા માટે ડિસેમ્બર-૨૦૨૪ની તા.૧ થી તા.૧૫ સુધીમાં “આઇ-ખેડુત” પોર્ટલ મારફત અરજી કરવામાં આવી હોય તેનો સ્વીકારવામાં આવશે.

આ અંગે વધુ વિગતો માટે બાગાયત કચેરી, અમરેલીના ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર  સંપર્ક કરવો.

ઓનલાઇન અરજી કરી હોય તેવા અમરેલી જિલ્લાના ખેડુતોએ તેની અરજી અને સાધનિક પુરાવાઓ, નાયબ બાગાયત નિયામકશ્રી, જિલ્લા બાગાયત  કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ના સરનામે મોકલી આપવી, તેમ અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts