અમરેલી

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા વિવિધ સેવા પ્રકલ્પો બગસરા તાલુકામા ચાલી રહ્યા છે

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા વિવિધ સેવા પ્રકલ્પો બગસરા તાલુકામા ચાલી રહ્યા છે, તેમાં વિનોબા ભાવેએ જે સર્વોદય પાત્રનો કાર્યક્રમ સમાજ ને આપેલ, તેનું અમલીકરણ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા સારી રીતે સાકાર કરી રહેલ છે. અંહીંના દેવીપૂજક સમાજ બહેનો પણ દરરોજ સાંજે એક મૂઠી અનાજ બરણીમાં નાખે છે અને તે અનાજ એકઠુ કરી એનાં વિસ્તારમાં નિરાધાર અશક્ય ગરીબ લોકોને માન સન્માન સાથે આપવામાં આવે છે. આ છૂટક મજૂરી કરી રહેલ બહેનોની અન્ય લોકો ને મદદરૂપ બનવાની ભાવના રહેલી છે. અમે ભૌતિક સુખથી ભલે ગરીબ છીએ પણ અમારી માનવતા અમીર છે, આવી અમીરતા ધરાવતા બહેનોની ઉદારતા વંદનીય છે તેમ દેવચંદ સાવલિયાએ જણાવેલ છે.

Related Posts