ગુજરાત

ખેડા જિલ્લાના વસોની રામોલ હાઇસ્કુલ આવી વિવાદમાં

હાઈસ્કૂલમાં સમય કરતા વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવાયા ખેડા જિલ્લાના વસોની રામોલ હાઇસ્કુલ વિવાદમાં ફસાઈ છે. જેમાં વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં સમય કરતા વહેલા છોડી મુકવામાં આવ્યા હતા. જેને કારણે હાઈસ્કૂલ વિવાદમાં સપડાઈ છે. હાઈસ્કૂલના આચાર્યને પ્રસંગમાં જવાનું હોવાથી તેમણે શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. રામોલ સ્કૂલના આચાર્ય મહેન્દ્ર પ્રજાપતિ અને શિક્ષકો દ્વારા સિક્ષણ કાર્ય બંધ કરી દેવાયું હતું. રામોલ હાઈસ્કૂલનો નિયત સમય સવારે ૭ઃ૩૦ થી ૧૨ઃ૩૦ સુધીનો હોય છે. પરતુ વિદ્યાર્થીઓને ૯.૩૦ વાગ્યે જ છોડી દેવામાં આવતા શિક્ષણ કાર્યને અસર પહોંચી હતી. વિદ્યાર્થીઓને છોડી મુકાયા બાદ હાઈસ્કૂલના ગેટ પર તાળા મારી દેવામાં આવ્યા હતા. બીજીતરફ આ બનાવને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ બાદ કડક પગલાં લેવા જણાવ્યું હતું.

Related Posts