શ્રી બ્રાંચ શાળા નંબર ૫ ના આંગણે તા. ૨૬/૧૨/૨૫ ના રોજ વીર બાલ દિવસની ઉજવણી ધામ–ધૂમથી કરવામાં આવી હતી.
શીખ ધર્મના દશમા ગુરુશ્રી ગોવિંદસિંહજીના પુત્રો જોરાવરસિંહજી અને ફતેહસિંહજીને ઔરંગઝેબ ધર્મપરિવર્તન કરાવવા માગતો હતો. ત્યારે આ બાળકોએ અદ્ભુત શૌર્ય અને દેશભક્તિથી ધર્મપરિવર્તન કરવાની ના પાડી અને શહીદ થઈ ગયા. બાળકોમાં પણ શૌર્ય બલિદાન અને દેશભક્તિ જેવા ગુણોનો વિકાસ થાય તે માટે નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા તથા વેશભૂષા જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય શ્રી દ્વારા વીર બાલ દિવસની ભવ્ય ઉજવણી કરવા બદલ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


















Recent Comments