શ્રી કે.કે. હાઇસ્કૂલ, સાવરકુંડલામાં તા ૨૬-૧૨-૨૫ના રોજ “વીર બાલ દિવસ”ની ઉજવણી ભાવપૂર્ણ અને ગૌરવસભર રીતે યોજાઈ હતી. શાળાના પ્રાર્થના હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
વીર બાલ દિવસનો ઇતિહાસ ભારતના શૂરવીર બાલકો—શ્રી ગુરુ ગોવિંદસિંહજીના સુપુત્રો સાહેબઝાદા જોરાવરસિંહ અને ફતેહસિંહજીના અદ્વિતીય બલિદાન સાથે જોડાયેલો છે. તેમણે અલ્પ વયમાં ધર્મ, સત્ય અને સ્વાભિમાન માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તેમની શૂરવીરતા અને અડગ શ્રદ્ધાને સન્માન આપવા માટે દર વર્ષે ૨૬ ડિસેમ્બરે વીર બાલ દિવસ મનાવવામાં આવે છે.
આ અવસરે શાળાના પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાએ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં વીર બાલકોના શૌર્ય, બલિદાન અને દેશપ્રેમના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો અને વિદ્યાર્થીઓને સત્ય, સાહસ અને માનવતા જેવા આદર્શો અપનાવવાની પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન વીર બાલકોના જીવન પર આધારિત એક માહિતીપ્રદ ફિલ્મ પણ બતાવવામાં આવી, જેના દ્વારા વિદ્યાર્થીઓને ઇતિહાસની ગૌરવગાથા અને વીરતા વિશે વધુ ઊંડો સંદેશ મળ્યો.વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહપૂર્વક માણ્યો અને કાર્યક્રમ શાંતિપૂર્ણ તથા શિસ્તબદ્ધ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જેન્તીભાઈ ખડદિયા, તૃપ્તિબેન ભરાડ, શ્રી રાહુલભાઈ ડાભી, નુતનબેન ચૌધરીએ જહેમત ઉઠાવી હતી.


















Recent Comments