ભાવનગર

શિહોરથી ઘાંઘળી તરફ આવતા-જતાં વાહનોને ડાયવર્ઝન અપાયું

આ અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી: રેલ્વે ઓવરબ્રીજના કામને કારણે તા.૨ જૂનથી ૧ જુલાઈ સુધી ડાયવર્ઝન રૂટ પરથી વાહન પસાર કરવાના રહેશે

માહિતી બ્યુરો, ભાવનગર
શિહોર ખાતે આવેલ શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં. ૨૦૫/બી પર
ઓવરબ્રીજના કામે શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા-જતા વાહનોનો રસ્તો બંધ
કરી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન રૂટ શરૂ કરવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા
મેજીસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્રારા જાહેર હિતમાં ફરમાવ્યું છે કે, શિહોર ખાતે આવેલ શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર
રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/બી પર રેલ્વે ઓવરબ્રીજના કામે તા.૦૨/૦૬/૨૦૨૫ થી તા.૦૧/૦૭/૨૦૨૫ સુધી
શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર
કરવાના રહેશે.
જેમાં માત્ર ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોની અવરજવર માટે શિહોરથી વાયા શિહોર GIDC થઇ ઘાંઘળી-
વલ્લભીપુર તરફ જતા વાહન વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે આવેલ દાદાની વાવથી
વાયા નેસડા ગામ થઇ વલ્લભીપુર તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.
વલ્લભીપુર તરફથી વાયા ઘાંઘળી શિહોર GIDC થઇ શિહોર શહેર તરફ આવતા વાહન વ્યવહાર માટે
વલ્લભીપુર-ભાવનગર હાઇવે ઉપર ઘાંઘળીથી વાયા નેસડા ગામ થઇ શિહોર શહેર દાદાની વાવ તરફના ડાયવર્ઝન
રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.
મોટા વાહનોની અવર-જવર માટે શિહોરથી વાયા શિહોર GIDC થઈ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા વાહન
વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે આવેલ દાદાની વાવથી રાજપરા(ખોડીયાર) થી નવાગામ
(ચીલોડા) થી રંગોલી ચોકડી થઇ ભાવનગર- વલ્લભીપુર હાઇવે રોડ ઉપર કરદેજથી ઉંડવીથી નેસડાથી ઘાંઘળી
તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.
વલ્લભીપુર તરફથી વાયા ઘાંઘળી શિહોર GIDC થઇ શિહોર શહેર તરફ આવતા વાહન વ્યવહાર માટે
વલ્લભીપુર-ભાવનગર હાઇવે ઉપર ઘાંઘળીથી નેસડાથી ઉંડવીથી કરદેજથી રંગોલી ચોકડી થઇ ભાવનગર-રાજકોટ
હાઇવે ઉપર નવાગામ (ચીલોડા) થી રાજપરા (ખોડીયાર) થી શિહોર શહેર દાદાની વાવ તરફના ડાયવર્ઝન રસ્તા
પરથી વાહનો પસાર કરવાના રહેશે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા
થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ
પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.

Related Posts