અમરેલી

સાવરકુંડલાના સિનિયર સિવિલ અને પ્રિન્સિપલ સિવિલ જજ એમએફ પઠાણનો ચુકાદો

વડોદરાના રહેવાસી અને પ્રમુખ એકેડેમીના સંચાલક રેશમા પટેલને બે વર્ષની સજા અને રૂપિયા બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો…… પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલાના રહેવાસી અને નિવૃત્ત કર્મચારી ઋષિતકુમાર મુકુન્દરાય મહેતા પાસેથી વડોદરાના રહેવાસી અને પ્રમુખ એકેડેમી ના સંચાલક રેશમા પટેલ દ્વારા વિઝા ફી ની રકમ તથા કોન્સ્ટોલેશન ચાર્જ સહિતની ફીની માંગણી કરવામાં આવી હતી અને ફરિયાદી દ્વારા આ સમગ્ર રકમ ફરિયાદી દ્વારા આ સમગ્ર રકમ ઓનલાઈન google પેજ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપરોક્ત કી કોઈ કામગીરી કરવામાં ન આવતા ફરિયાદી દ્વારા પોતાની રકમ પરતની માંગણી કરતા તેઓએ પોતાના ખાતાનો ચેક આપેલ ત્યારે ફરિયાદી દ્વારા આરોપીનો આ ચેક પોતાના ખાતામાં નાખતા. આ ચેક અપૂરતા બેલેન્સને કારણે પરત ફરેલ ત્યારબાદ ઋષિત મહેતાએ પોતાના એડવોકેટ દ્વારા વડોદરાના રહેવાસી રેશમા પટેલ સામે સાવરકુંડલા પ્રિન્સિપલ સિનિયર સિવિલ અને ADDL CJM કોર્ટ સમક્ષ નેગોસીબલ ઇન્સ્ટ્રુમેન્ટ ની કલમ 138 મુજબ આ રકમ મેળવવા માટે પોતાના એડવોકેટ મુકેશભાઈ સાદરાણી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે ત્યારબાદ આજરોજ ચાર ડિસેમ્બરના રોજ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને ADDL CJM શ્રી એફ એમ પઠાણ દ્વારા આ કેસનો ચુકાદો આપવામાં આવે જેમાં આરોપી રેસમાં પટેલને દોષિત ઠેરવીને તેમને બે વર્ષની સાદી કેદની સજા તેમજ ચેક ની રકમ કરતા ડબલ ડંડ એટલે કે રૂપિયા બે લાખનો દંડ ફટકારવામાં આવેલ ફરીયાદી તરફે સાવરકુંડલાના વિદ્વાન એડવોકેટ મુકેશભાઈ સાદરાણી રોકાયેલ હતા આ ચુકાદાથી કાયદેસરનું લેણું ચૂકવવામાં આનાકાની કરતા અને બહાનાબાજી કરતાં લોકો માટે આ ચુકાદો લાલ બત્તી સમાન છે

Related Posts