પાટીદાર યુવાનો મુદ્દે મહિલા ઁજીૈંનું વિવાદાસ્પદ નિવેદન; પીધેલા ઝડપાતા ૧૫ યુવકો પૈકી ૧૦ પાટીદાર યુવાનો હોય છે
સુરતનાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા સબ ઇન્સ્પેકટર ઉર્વિશા મેંદપરાનો એક વીડિયો સામે આવ્યો છે. પટેલ સમાજનાં એક કાર્યક્રમ દરમિયાન મહિલા ઁજીૈં એ સમાજ માટે જે વાત કરી તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં મહિલા ઁજીૈં એ પટેલ સમાજ અને યુવાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે, ‘પટેલ સમાજનાં યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે. અમે દરરોજ પીધેલા ૧૫ લોકોને પકડીએ તેમાંથી ૧૦ લોકો પટેલ યુવાનો હોય છે. પાછી મને ભલામણ કરે કે તમે પટેલ છો તો તમે તો સમજાે.’
આ મામલે સૂત્રો દ્વારા માહિતી અનુસાર, સુરત ખાતે પટેલ સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરથાણા પોલીસ સ્ટેશનનાં મહિલા ઁજીૈં ઉર્વિશા મેંદપરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઁજીૈં ઉર્વિશા મેંદપરાએ પટેલ સમાજ અને સમાજનાં યુવાનો અંગે વાત કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. ઁજીૈં ઉર્વિશા મેંદપરાનાં નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે અને લોકો તેનાં પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
મહિલા ઁજીૈંના આ નિવેદનથી પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. પાટીદાર સમાજના લોકો આ નિવેદનને સમગ્ર સમાજનું અપમાન ગણાવી રહ્યા છે અને મહિલા ઁજીૈં સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
પાટીદાર સમાજના આગેવાનોએ મહિલા ઁજીૈંના નિવેદન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેને વખોડી કાઢ્યું છે. “આવું નિવેદન કોઈપણ પોલીસ અધિકારીને શોભતું નથી.” તેને માંગ કરી છે કે, મહિલા ઁજીૈં તાત્કાલિક માફી માંગે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે જાેવાનું એ રહેશે કે પોલીસ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે અને પાટીદાર સમાજ આ મુદ્દે આગળ શું પગલાં ભરે છે.


















Recent Comments