અમદાવાદમાં નબીરાઓનો જાહેરમાં મ્યુઝિકના તાલે દારૂ પીને મોજ-મસ્તી કરતો વીડિયો વાઈરલ, પોલીસે કરી ૩ની અટકાયત

અમદાવાદમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની ઐસીતૈસી કરતો વધુ એક વીડ્યો સામે આવ્યો જેમાં નબીરાઓ ઈસ્કોન ચાર નજીક જાહેરમાં મ્યુઝિકના તાલે દારૂ પાર્ટી કરી હતી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના પછી પોલીસ એક્શનમાં આવી હતી.
આ વાયરલ વિડિયો મામલે પોલીસે ત્રણ આરોપીઓની ઓળખ કરીને તેમની અટકાયત કરવામાં આવી હતી. અટકાયતમાં લેવાયેલા આરોપીઓની ઓળખ અમિત સિંહ ડાભી, પિયુષ મકવાણા અને મયુર મકવાણા તરીકે થઇ હતી. જ્યારે અન્ય નબીરાઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.ઇસ્કોન બ્રિજ પાસે આવેલી ઇસ્કોન પોલીસ ચોકી પાસેના એક કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે જાહેરમાં ૫થી ૭ નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઈને દારૂ પી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ખુલ્લેઆમ નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમતા દેખાઈ રહ્યા હતા. નજીકમાં જ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી હોવા છતાં નબીરાઓ કાયદાનું ભાન ભૂલીને ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે ઈસ્કોન ચાર નજીક કેટલાક યુવાનો ખુલ્લેઆમ મ્યુઝિક વગાડીને દારૂની મહેફિલ માણી રહ્યા છે. પોલીસનો ડર રાખ્યા વિના ખુલ્લેઆમ નબીરાઓ દારૂ પાર્ટી કરી રહ્યા છે અને પોલીસની આબરૂના ધજાગરા ઊડાવી રહ્યાં છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયો હતો.
Recent Comments