શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનની વિદ્યાર્થીની વિધિકાબેને ધોરણ 10માં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરીને માત્ર પોતાનું નહીં, પરંતુ આખા રાળગોન ગામ અને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. એક ખેડૂત પિતાની દીકરી હોવા છતાં વિધિકાએ સંજોગો સામે ઝઝૂમીને પોતાની મહેનતથી સફળતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.
ધોરણ 10 ના પ્રથમ દિવસથી જ વિધિકાએ પોતાનું ભવિષ્ય ઘડવાનું શરૂ કર્યું.
પણ આ સફળતા પાછળ ઊંડું કારણ છે – શ્રી જ્ઞાનમંજરી સ્કૂલનું સંવેદનશીલ માર્ગદર્શન અને શિક્ષકોની સતત પ્રેરણા.
શાળાના શિક્ષકોના રોજિંદા માર્ગદર્શન, ટેસ્ટ સીરીઝ, ડાઉટ ક્લાસ અને વ્યક્તિગત ધ્યાનને કારણે વિધિકાબેનને અભ્યાસ માટે યોગ્ય દિશા મળી. દરેક વિષયમાં શંકા નિવારણ થતું રહ્યું અને દરેક પ્રયાસને ઉત્સાહ મળતો રહ્યો.
વિધિકા કહે છે:
“મારા પપ્પાની મહેનત અને સ્કૂલના દરેક શિક્ષકના માર્ગદર્શન વગર આ શક્ય જ ન હોત. હું સૌનો દિલથી આભાર માનું છું. હવે મારું સપનું છે કે હું ડોક્ટર બનીને સમાજની સેવા કરું”
શ્રી જ્ઞાનમંજરી સ્કૂલે ફરીથી સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીની અથાગ મહેનત એકસાથે આવે, તો કોઈ પણ પરિસ્થિતિ સફળતાને રોકી શકતી નથી.
Recent Comments