અમરેલી એસપીસી કેડેટ કેમ્પમાં જિલ્લામાંથી ૨૩૪ માટે સાત દિવસની તાલિમ.
તાલીમાર્થીઓ, શિક્ષકો, પોલીસ કર્મીઓએ જાગૃતિ કાર્યક્રમ નિહાળ્યો.
ભૂત-પ્રેત, ધૂણવું-સવારી, સંશયના જાથાએ જવાબો આપ્યા.
ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યા.
વિજ્ઞાનથી માનવ જાતને અનેક ફાયદા… જયંત પંડયા.
વિજ્ઞાન જાથાનો ૧૦૦૬૦ મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો.
અમદાવાદ : અમરેલી જિલ્લા પોલીસ, સુરક્ષા સેતુ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એસપીસી કેડેટ કેમ્પમાં તાલીમાર્થીઓમાં અંધશ્રદ્ધા દૂર સાથે વૈજ્ઞાનિક મિજાજનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ભારતમાં નાગરિકોએ સ્વરક્ષણ માટે તાલીમ મેળવવી અતિ જરૂરી છે. સ્વબચાવ શીખવાની તાતી જરૂરીયાત ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. જાથાનો ૧૦૦૬૦ મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન પો.ઈન્સ. કે. એલ. ખટાણાએ કરી અંધશ્રદ્ધાને દેશવટો આપવા માટે જાથા સતત પ્રયત્નો કરે છે તેને બિરદાવું છું. વિજ્ઞાનથી માનવજાત સુખી સંપન્ન થયેલ છે. કેડેટો માટે જ્ઞાન-વિજ્ઞાનનો કાર્યક્રમ જરૂરી હોય રાખવામાં આવ્યો છે. રાજયમાં સુરક્ષા સેતુ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો થાય છે તેની વિગત આપી હતી.
આ કેમ્પમાં અમરેલી સીટી-તાલુકા પોલીસ સ્ટેશન, મહિલા પો.સ્ટે. સાવકુંડલા ટાઉન, દામનગર, લાઠી, ચલાલા, લીલીયા, વંડા પોલીસ સ્ટેશને કેડેટો અને ડી.આઈ. પોલીસ કર્મીઓમાં ટિંકુબેન ચાવડા, શાંતુબેન જાદવ, કાજલબેન મકવાણા વંડા, આશાબેન શિયાળ દામનગર, પાયલબેન જાદવ, મિનાબેન વાળા, અસ્મિતાબેન ચુડાસમા, શહેનાઝબેન રાઠોડ, કિંજલબેન ગોસ્વામી, મિનાબેન બાંભણીયા, હેતલબેન ચુડાસમા, સંજયભાઈ ખલિયા, નરેન્દ્રભાઈ મહિકા, અજયભાઈ મેર, બાલકૃષ્ણભાઈ મહેતા, પાર્થભાઈ સોલંકી, દિપકભાઈ ગોહિલ, ગિરીશભાઈ મકવાણા જયારે શિક્ષકોમાં પ્રફુલ્લભાઈ કાતરીયા, ભાવેશભાઈ લશ્કરી, રવિન્દ્રગીરી ગોસાઈ, આર. ડી. હેલૈયા, હર્ષાબેન કાતરીયા, લીલાબેન યાદવ, નિરૂપાબેન ભૂતૈયા, વર્ષાબેન કોઠીયાએ ભાગ લઈ અંધશ્રદ્ધામાંથી બહાર આવવાના પ્રયત્નોમાં ખાત્રી આપી હતી.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જિલ્લાના કેડેટોને સંબોધતા જણાવ્યું કે સાત દિવસની તાલીમમાં અનેક વિષયો ઉપર તજજ્ઞો પોતાના વિચારો, અનુભવો વર્ણવશે તેમાંથી અનુભવે શીખવાનું છે. જાથા હંમેશા વાસ્તવવાદ, અનુભવવાદ, પુરૂષાર્થ, રાષ્ટ્રવાદનું પ્રણેતા છે. માનવીએ જીંદગીભર શીખવાનું છે. બુધ્ધિને વારંવાર એરણે ચડાવી કસોટી કરવી જોઈએ.
વિજ્ઞાનથી માનવને મહત્તમ લાભ થયો છે. નિરર્થક સાબિત થાય તેને તિલાંજલિ આપવી જોઈએ. અંધશ્રદ્ધા, કુરિવાજો, ગેરમાન્યતા, પરંપરા, કટ્ટરવાદ, જડતાથી માનવજાતને બરબાદી મળી છે. ૨૧ મી સદી જ્ઞાન-વિજ્ઞાનની છે. માનવીનો વ્યવહાર, ભાષા, વર્તન ઉપરથી વ્યક્તિનું ચરિત્રનો અંદાજ આવે છે. અભ્યાસકાળમાં સતત તર્ક, પરિક્ષણ માટે તત્પર રહેવું જોઈએ. મોબાઈલથી દૂર રહેવાથી અનેક લાભો છે. કોઈપણ વ્યસન હાનિકારક છે. અવરોધક લાગે ત્યારે છોડી દેવું જોઈએ. નવાંગતુક વિચારોથી લાભ થાય છે. ધ્યેય-લક્ષ રાખી આગળ વધવું જોઈએ. માનવ-રાષ્ટ્ર ધર્મ જ ફાયદાકારક છે. બંધારણને સૌએ માન આપવું જોઈએ. ભારતમાં જાતિવાદ, જ્ઞાતિવાદ, કોમવાદ અવરોધક પરિબળો છે. ભારતને મજબુત કરવા કામ કરવું પડશે. સહિયારો પ્રયત્ન જ લાભકારક છે. રાજયમમાં સુરક્ષા સેતુએ સમાજમાં આગવું સ્થાન લીધું છે. તેના હેતુથી સમાજને ઉત્કર્ષને માર્ગે લઈ જશે. સાહસિક બનવા હાકલ કરી હતી.
વધુમાં જયંત પંડયાએ ભારતમાં સ્વરક્ષણની તાલીમ પ્રત્યેક નાગરિકે શીખવી અતિ જરૂરી છે. પોતાનો બચાવ કરતાં શીખવું પડશે. આપત્તિ સમયે સ્વરક્ષણ તાલીમ ઉપયોગી સાબિત થશે. નાના-મોટા સૌએ બચાવ માટે શીખવું જરૂરી છે. નકારાત્મક વિચારોને છોડવા પડશે. જિલ્લામાંથી ૨૩૪ કેડેટોની પસંદગી સાર્થક કરવાની જવાબદારી તાલીમાર્થીઓની છે. સાત દિવસમાં શીખવા મળશે તેને યાદ રાખવું પડશે. વ્યક્તિએ પોતાના વિચાર માટે સતત મંથન કરી કુટુંબ, સમાજ, દેશ માટે કામ કરવું પડશે. કાયદાને માન આપવું સૌથી મોટો ધર્મ છે. સમાજમાં અવ્યવસ્થામાં વ્યક્તિ પોતે જ જવાબદાર છે. નાગરિક ધર્મનું પાલન કરીશું તો આપોઆપ સમસ્યા હલ થઈ જશે. જાથાની લોકપ્રિયતા માટે અનેક પરિબળો છે. વિજ્ઞાન માનવીને વિનમ્ર બનાવે છે. ધાર્મિક કટ્ટરવાદથી દેશને ભારોભાર નુકશાન થવાનું છે. વિજ્ઞાન અભિગમ – દ્રષ્ટિકોણથી યુરોપ ખંડે હરણફાળ પ્રગતિ કરી છે. તાલીમાર્થીઓને જોડવાનો જાથાએ પ્રયત્ન કર્યો હતો.
તાલીમાર્થીઓએ ભૂત-પ્રેત, ધૂણવું-સવારી, સાવરણી-સાવરણા ઉભા ન રખાય, ચોઘડીયા, શુકન-અપશુકન, જમીનાંથી પાણી શોધવું, અંધારામાં સફાઈ ન કરવી વિગેરેના પ્રશ્નોના જવાબ જાથાએ આપી વૈજ્ઞાનિક સમજ આપી હતી. ભૂત-પ્રેતનું અસ્તિત્વ જ નથી. સદીઓથી ખોટી વાતો લોકોના મગજમાં ફીટ કરવામાં આવી છે. મૃત્યુ પામેલા કદી નડતા નથી જીવતા માણસો જ નડે છે. અવકાશી ગ્રહો મંગળ, ગુરૂ, શુક્ર, શનિ નડતા જ નથી. નંગની વીંટીઓ માનસિક પછાત, દરિદ્ર મનવાળા પહેરે છે, તેનાથી કશો જ ફાયદો નથી. લેભાગુઓ સદીઓથી ગુમરાહ કરે છે. ગ્રહણો અવકાશી ઘટના છે, પરિભ્રમણની રમત છે. માનવજાત સાથે કશી લેવા-દેવા નથી. ફળકથનો બોગસ-નિરાધાર છે, વિજ્ઞાનનો આધાર નથી. જયોતિષ, વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઈ, સિગ્નેચર, છાયા વિગેરે અવૈજ્ઞાનિક, અવાસ્તવિક છે. બીજા ઉપર નિર્ણય છોડવો તો બરબાદી જ મળે છે. કર્મકાંડ-ક્રિયાકાંડોથી માનવીને અધોગતિ મળી છે. હવે જાગવાની જરૂર છે. ભુવા-ભારાડી, મુંજાવરો, પાદરીઓ જે ગુમરાહ કરે છે તે સમાજ-રાષ્ટ્ર દ્રોહી છે. દેશના એકપણ ધાર્મિક નેતા કે ચમત્કારિકો દેશની એકપણ સમસ્યા ઉકેલી શકયા નથી તેમાંથી ધડો લેવાની જરૂર છે. વરસાદના વરતારા કરનારા, આગાહીકારો સમાજના દુશ્મનો છે. અખાત્રીજના પવનને ઋતુ
સાથે કશી જ લેવા-દેવા નથી. વરતારા કરનારાથી સમાજને નુકશાન થયું છે. વર્ષા પરિસંવાદો બંધ કરવાથી માનવજાત માટે ફાયદાકારક છે.
જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે ભૂત, પ્રેત, ડાકણ, જીન્નાત, ચુડેલ, આસુરી શક્તિ, અદ્રશ્ય શક્તિ, દિવ્ય શક્તિ આ બધી સદીઓથી વાત થાય છે. અવૈજ્ઞાનિક સાથે હંબક સાબિત કરી છે. માનવીના મનની ત્રુટિના કારણે અવૈજ્ઞાનિક વલણોના અસ્તિત્વની વાર્તાઓ લોકોના મગજમાં ફીટ કરવામાં આવેલ છે જેનું જાથાને દુઃખ છે. ભારતમાં લોકચળવળથી ગામડે ગામડે વિજ્ઞાનનો પ્રચાર સાથે આરોગ્ય સંબંધી ઉપચાર, બહેનોના પ્રશ્નોનું નિરાકરણ, સાક્ષરતા અને વસ્તી નિયંત્રણ સંબંધી લોકોના હૃદયની વાચા આપી કામ કરવાની જરૂર છે. દેશમાં વાસ્તવિક કામગીરીની તાતી જરૂરિયાત છે. જાથા ફિલ્ડ ઉપર ૩૫ વર્ષથી કામ કરે છે અને અનુભવજન્ય વાત સાથે અનુકરણ કરે છે તેથી લોકોમાં વિશ્વાસ સંપાદન કર્યો છે.
ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ-લોહી નીકળવું, શ્રીફળનું આપોઆપ સળગવું, કાનેથી ચિઠ્ઠી વાંચવી, સંમોહન, મનગમતી મીઠાઈ ખવડાવવી, બેડી તુટવી, ભુવાની સાંકળ મારવાની રીત, ધૂણવું-સવારીની ડીંડકલીલા, હઝરતમાં જોવું વિગેરેનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવેલ.
જાથાના અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, રવિ પરબતાણી, પ્રકાશ મનસુખભાઈ, હર્ષાબેન પંડયા, ભાવનાબેન વાઘેલા, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ પ્રયોગમાં જોડાયા હતા.
રાજયમાં જનજાગૃતિ કાર્યક્રમ માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.
ફોટો તસ્વીર ઃ અમરેલી જિલ્લા પોલીસ ઉપક્રમે કેમ્પમાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું ઉદઘાટન પો.ઈન્સ. કે. એલ. ખટાણા કરે છે. બાજુમાં જયંત પડયા, પ્રયોગની વિવિધ તસ્વીરોમાં તાલીમાર્થીઓ, પોલીસ કર્મીઓ નજરે પડે છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં ઉપરોકત મેટર ફોટા સાથે પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી. ઈ-મેઈલમાં મોકલેલ છે જે વિદીત થાય.
Recent Comments