અમરેલી

સાવરકુંડલા તાલુકાના શેલણા, બાઢડા અને ચીખલી ગામે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથનું પ્રસ્થાન થશે

સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય પંથકમાં આજરોજ તારીખ 08 બુધવાર અને 09 ઓક્ટોબર ગુરૂવાર બે દિવસ સુધી વિકાસ રથ શેલણા, બાઢડા અને ચીખલી ગામે પરિભ્રમણ કરશે જેમાં દરેક ગામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે આતકે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, ઉપપ્રમુખ પરષોત્તમભાઈ ઉમટ, ન્યાય સમિતિ ચેરમેન ઈલાબેન નાકરાણી તેમજ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત સદસ્યો, તાલુકા ભાજપ પ્રમુખ રંજનીભાઈ ડોબરીયા, પ્રાંત અધિકારી ઝીલ પટેલ, મામલતદાર જે.એન.પંડ્યા, તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશભાઈ વાઘાણી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રફીકભાઈ જાદવ, વિસ્તરણ અધિકારી તુષારભાઈ ત્રિવેદી, મનોજભાઈ બગડા, ઈગ્રામ ટી.એલ.ઈ. સંજયભાઈ પંડ્યા, ઓઢભાઈ ભુકણ વગેરે અધિકારીઓ પદાધિકારીઓ અને આસપાસ ના ગામોના સરપંચો, ગ્રામ પંચાયતના સદસ્યો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભાર્થીઓને સીધો લાભોની માહીતી આપવામાં આવશે અને વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે તારીખ 08ને બુધવારે રાત્રે 8 થી 10 સુધી તારીખ 09ને ગુરૂવારે બાઢડા ગામે સવારે 9 થી 11 તેમજ ચીખલી ગામે 2 થી 4 વાગ્યાં સુધી યોજાશે.

Related Posts