સુરેન્દ્રનગરમાં તૂટેલા વસ્તડીના પુલનું સમારકામ ન થતાં ગ્રામજનોમાં રોષ; કાચા ડાયવર્ઝન પરથી એમ્બ્યુલન્સ અને વાહનોને પડે છે અતિશય તકલીફ
સુરેન્દ્રનગરને લગભગ ત્રીસ ગામો સાથે જાેડતો પુલ તૂટેલી હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. ૧૦ મહિનાથી તૂટેલો વસ્તડીનો પુલનું સમારકામ ન થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. આ તકલીફને દૂર કરવા ૨૦ ગામોના સરપંચોએ લેટરપેડ પર પુલનું નવીનીકરણ કામ હાથ ધરવા માગ કરી છે. હાલ કાચા ડાયવર્ઝન ઉપરથી એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે, ગાડીઓ ફસાઈ જાય છે. બિસ્માર રસ્તા, પુલના કારણે આવનજાવન કરવામાં લોકો હાલાકી વેઠી રહ્યાં છે. ધારાસભ્ય, કલેક્ટર સહિતનાઓને ગ્રામજનોએ રજૂઆત કરી છે. તેમજ તાત્કાલિક પુલનું નવીનીકરણ અથવા સ્મારકામનું કરવા માગ કરી છે.
કાચા ડાયવર્ઝન પરથી રાત્રે પસાર થતાં વાહનચાલકોને બિસ્માર રસ્તાને કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે. અગાઉ તંત્ર દ્વારા સમારકામના નામે માત્ર થીગડા મારીને સંતોષ માન્યો હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા છે. ત્યારે હજારો વાહન ચાલકોની મુશ્કેલીને ધ્યાને લઇ તંત્ર દ્વારા વહેલી તકે આ બિસ્માર રસ્તાનું રીપેરિંગ કામ કે નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વસ્તડીની કામગીરી ઝડપી કરવા માટે વસતડી, ચુડા, જાેબાળા, ભડકવા, મીણાપુર, લાલીયાદ, ચોકડી, ભગુપુર સહિતનાં ૨૦થી વધુ ગામનાં સરપંચો દ્વારા લેખિત રજૂઆત કરવા છતાં કામગીરી હાથ નહીં ધરાતા લોકો રોષનની લાગણી જાેવા મળી હતી.
Recent Comments