સામાજિક ઓડિટ યુનિટ ગાંધીનગર અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સી ભાવનગરના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાની ૧૦ થી
વધુ ગ્રામપંચાયતોમાં જુલાઈ માસ દરમિયાન સામાજિક ઓડિટની કામગીરી માટે ગ્રામસભા યોજવામાં આવી હતી.
ભાવનગર તાલુકાના કોળિયાક, તળાજા તાલુકાના મીઠીવીરડી, ઘોઘા તાલુકાના નવાગામ અને મામસા, મહુવા તાલુકાનું લોંગીયા ,
શિહોર તાલુકાનું રાજપરા(ખોડીયાર), પાલીતાણા તાલુકાનું માયધાર, જેસર તાલુકાનું પા ગામ, ગારિયાધાર તાલુકાનું નાની વાવડી, ઉમરાળા
તાલુકાનું લીમડા અને વલ્લભીપુર તાલુકાનું મેવાસા ગામ ખાતે યોજાયેલ સામાજિક ઓડીટ ગ્રામસભામાં વિવિધ યોજનાઓમાં થયેલ કામગીરી,
ખર્ચ તેમજ લાભાર્થીઓની યાદીનો અહેવાલ ગ્રામસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
ગ્રામવિકાસ યોજના જેવી કે મહાત્મા ગાંધી નરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ),
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, ૧૫મુ નાણાપંચ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, મધ્યાહન ભોજન યોજના,
આઈ.સી.ડી.એસ.(આંગણવાડી), પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર(પીડીએસ) યોજનાઓના લાભો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે હેતુથી
રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં સામાજિક ઓડિટની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પંચાયત નિર્ણય એપમાં તમામ એન્ટ્રી
કરવામાં આવી રહી છે, જેથી દરેક કામની પારદર્શિતા જળવાઈ રહે.
ગ્રામસભામાં સૂચનો અને પ્રશ્નોના સંદર્ભે ગ્રામપંચાયતના હોદ્દેદારો, ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રશ્નોના
નિરાકરણ ચર્ચા કરવામાં આવી હતી.અધિકારીશ્રીઓ દ્વારા સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી.
આ સભામાં જિલ્લા સામાજિક ઓડિટર શ્રી ડી.એસ.કામળીયા,તાલુકા રિસોર્સ પર્સન, વિલેજ રિસોર્સ પર્સન, વિલેજ મોનીટરીંગ
કમિટીના સભ્યો અન્ય સામાજિક સંસ્થાના આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ તથા વિવિધ યોજનાઓના શાખા
અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લા સામાજિક ઓડિટર,તાલુકા રિસોર્સ પર્સન સહિત ગ્રામજનોનો ઉપસ્થિત રહ્યાં

Recent Comments