અમરેલી

બગસરાના હડાળાના ગ્રામજનો સ્વચ્છોત્સવમાં ઉત્સાહભેર જોડાયા

અમરેલી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા અભિયાન” તેજ બન્યું છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ સફાઈ અભિયાનમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.

બગસરા તાલુકાના હડાળા ગામે આગેવાનો અને ગ્રામજનોએ સાથે મળીને પશુઓને પાણી પીવા માટેના અવેડાની સફાઈ કરી હતી. આ ઉપરાંત ગામની અન્ય જાહેર જગ્યાઓ અને બજારોમાં પણ એટલા જ ઉત્સાહથી સાફ-સફાઈ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત સ્વચ્છત્સવ તા.૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયું છે જે રાજ્યમાં ૩૧ ઓક્ટોબર સુધી ચાલશે. આમ, જિલ્લામાં ઝુંબેશ સ્વરૂપે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.

Related Posts