ગુજરાત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલ બંધ કરવાના આરોગ્ય મંત્રીના આદેશોનું ઉલ્લંઘન

તેમ છતાં મંત્રીના આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૯ વર્ષથી ટેન્ડર વગર ખાનગી મેડિકલ ધમધમી રહેવાનો મામલો સામે આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ મેડિકલને બંધ કરવાની તાકીદ કરી હતી, તેમ છતાં મંત્રીના આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તબીબો દ્વારા લખવામાં આવતી દવાઓ ખાનગી મેડિકલમાંથી ખરીદવા દર્દીઓ મજબૂર થયા છે.

જ્યારે તપાસ કરવામાં આવી તો માલૂમ પડ્યું છે કે ખાનગી મેડિકલ સ્ટોર છેલ્લા ૯ વર્ષથી ટેન્ડરિંગ વગર ધમધમી રહ્યો છે. ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરીયાના ભાઈનું મેડિકલ છે. સરકારી હોસ્પિટલમાં જ ખાનગી મેડિકલ બનાવવામાં આવતા સવાલો ઊભા થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છાસવારે અનેક દવાઓનો અભાવ સામે આવ્યો છે, દવાઓના અભાવે દર્દીઓ ખાનગી મેડિકલમાંથી દવા લેવા મજબૂર બન્યા છે, આ મામલે ફરિયાદો થતાં આરોગ્ય મંત્રીએ તપાસ બાદ મેડિકલને બંધ કરવાની કરી તાકીદ કરી છે. જાેકે, રાજકોટ સિવિલમાં હજુ પણ ખાનગી મેડિકલ યથાવત જાેવા મળ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રીના આદેશોનું પણ જાણે સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું સામે આવતા ગરીબ અને લાચાર લોકો સામે કોણ જાેશે તે જાેવાનું રહ્યું.

Related Posts