રાષ્ટ્રીય

મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી; એકનું મોત નિપજ્યું

મણિપુરમાં ફરી એકવાર અશાંતિ નો માહોલ, હિંસા ભડકી ઉઠી છે, કાંગપોકપી જિલ્લામાં કૂકી સમુદાયના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાદળોની સાથે ભારે ઘર્ષણ થયું હતું. જે દરમિયાન એકનું મોત નિપજ્યું હતું અને જવાનો સહિત ૨૫થી વધુ લોકો ઘવાયા હતા. મણિપુરમાં ઘણા મહિનાઓ બાદ પરિવહન શરૂ કરાયો હતો અને સરકારી બસો દોડવા લાગી હતી. આ મૂક્ત અવર જવરનો શનિવારે પ્રથમ દિવસ હતો ત્યાં જ ફરી હિંસા ભડકી ઉઠી હતી.

રાજ્યના પાટનગર ઇમ્ફાલથી સેનાપતિ જિલ્લા તરફ જઇ રહેલી બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, વિરોધ પ્રદર્શન કરી રહેલા કૂકી સમુદાયના લોકોએ અનેક રોડ ખોદી નાખ્યા હતા સાથે જ ચક્કાજામ કર્યો હતો. વિરોધ પ્રદર્શનને રોકવા માટે સુરક્ષાદળોએ આંસુ ગેસનો મારો ચલાવ્યો હતો. જે બાદ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું હતું અને દળો પર પથ્થરમારો શરૂ કરી દેવાયો હતો, સાથે જ ખાનગી અને સરકારી વાહનોને આગ લગાવાઇ હતી. કેન્દ્ર સરકારના આદેશ બાદ મણિપુરમાં બસ અને હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી, મે ૨૦૨૩માં હિંસા શરૂ થઇ ત્યારથી લઇને અત્યાર સુધી પ્રથમ વખત મણિપુરના રોડ પર બસો દોડતી જાેવા મળી હતી, જેમાં મોટાભાગની બસો ખાલી પણ હતી. સ્થિતિને થાળે પાડવાના ભાગરુપે આ ર્નિણય લેવામાં આવ્યો હતો.

મણિપુરમાં સુરક્ષાદળો દ્વારા મોટા પાયે તપાસ અભિયાન ચલાવાઇ રહ્યું છે, જેના ભાગરુપે વધુ ૧૧૪ હથિયારોને જપ્ત કરવામાં આવ્યા છે જ્યારે પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનોના સાત સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ૫૦ હજાર રૂપિયા પણ મળી આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ ઉગ્રવાદી સંગઠન સાથે સંકળાયેલા ત્રણની ધરપકડ કરાઇ હતી. ઉગ્રવાદીઓ અને નાગરિકોને હથિયારો જમા કરાવવા માટે બે સપ્તાહનો સમય અપાયો હતો, જે પૂર્ણ થયા બાદ તપાસ અભિયાન દરમિયાન ગ્રેનેડ, બંદુકો, વિસ્ફોટકો સહિત કુલ ૧૧૪ હથિયારો જપ્ત કરાયા હતા. જ્યારે બે સપ્તાહ દરમિયાન લોકોએ સામે ચાલીને આશરે એક બજારથી વધુ હથિયારો જમા કરાવ્યા છે. ૨૦મી ફેબુ્રઆરીથી આ અભિયાન રાજ્યપાલે શરૂ કરાવ્યું હતું.

Follow Me:

Related Posts