રાષ્ટ્રીય

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં હિંસા, કુલ ૧૦ લોકોના મોત થયા

પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે ઈસ્લામાબાદમાં હિંસા વધી ગઈ છે. પીટીઆઈ નેતા સહિત કુલ ૧૦ લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાઉન્સેલર અબ્દુલ કાદિર ખાનનું ગોળી વાગવાથી મોત થયું છે. ગઈકાલે રાત્રે તેને ગોળી મારી દેવામાં આવી હતી. રાજધાનીના બ્લુ એરિયામાં હિંસક અથડામણ દરમિયાન ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર પાકિસ્તાનમાં હિંસાનું વાતાવરણ છે. પીટીઆઈના અધ્યક્ષ બેરિસ્ટર ગોહર ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને અબ્દુલ કાદિરના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને હિંસા માટે સરકારને જવાબદાર ગણાવી. પાકિસ્તાનના સૂચના મંત્રી અતા તારડે બુશરા બીબીની ટીકા કરી અને તેના પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો. ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી સતત પોતાના સમર્થકોને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ રાખવા માટે આહ્વાન કરી રહી છે.

ઇસ્લામાબાદના ડી-ચોકથી ઝીણા એવેન્યુના ચાઇના ચોક સુધી, કાયદા અમલીકરણ એજન્સીઓ (ન્ઈછજ) એ પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. બુશરા બીબીના કાફલાને ૭મી એવન્યુ તરફ ધકેલવામાં આવ્યો છે. શહેરના મુખ્ય બજારો અને સ્થળોએ હિંસાના ભયને કારણે, ન્ઈછજ એ હ્લ-૬ સુપર માર્કેટ, હ્લ-૭ જિન્નાહ સુપર માર્કેટ અને હ્લ-૧૦, હ્લ-૧૧, ય્-૬, ય્-૭ અને ય્-૮ બંધ કરી દીધું છે. કેન્દ્રોને દિવસભર બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઈસ્લામાબાદમાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે, જ્યાં પીટીઆઈ સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ છે. પ્રદર્શનકારીઓની વધતી ભીડ અને સરકારના પ્રતિબંધો વચ્ચે શહેરમાં તણાવ વધુ ઊંડો બન્યો છે. પ્રશાસને કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક પગલાં લીધાં છે, પરંતુ પીટીઆઈ સમર્થકોનો ગુસ્સો શમતો જણાતો નથી. આ સમગ્ર ઘટનાએ દેશમાં રાજકીય અસ્થિરતામાં વધુ વધારો કર્યો છે. અબ્દુલ કાદિર ખાનના મૃત્યુ અને વેપારી સંસ્થાઓ બંધ થવાને કારણે ઈસ્લામાબાદમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની ગઈ છે. તેમજ બુશરા બીબી અને સરકાર વચ્ચેના તીખા વક્તવ્યે હિંસા વધુ ભડકાવી છે.

Related Posts